Western Times News

Gujarati News

મહિલા પીરિયડ વગર ચમત્કારથી માતા બની

નવી દિલ્હી, કોઇપણ મહિલાના જીવનમાં માતા બનવું સુંદર અહેસાસ હોય છે. પરંતુ ઘણીવાર મેડિકલ કંડીશન એવી બની જાય છે કે માતા બનવું અશક્ય લાગે છે. એવું જ થયું નાઓમી એલન ની સાથે જ્યારે તેમને ખબર પડી કે તેમના શરીરમાં ગર્ભાશય જ નથી પરંતુ તેમછતાં પણ માતા બની.

સ્કોટલેન્ડની નાઓમી એલનએ પહેલીવાર પોતાનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તો મેડિકલ સ્ટાફને લાગ્યું કે કદાચ નાઓમી ઠીક રીતે પાણી પીને આવી ન હતી. જેના લીધે તેમના શરીરમાં ગર્ભાશય દેખાતું ન હતું.

એમઆરઆઈ સ્કેન પછી ખબર પડી કે નાઓમીના શરીરમાં ના તો યૂટ્રસ છે ના તો વોમ્બ. આ સાથે જ નક્કી થઇ ગયું કે નાઓમી પ્રાકૃતિક રીતે ક્યારેય માતા બની શકતી નથી. રિપોર્ટ અનુસાર નાઓમી આ રેર કંડિશન વિશે બાળપણમાં જ તેમના ઘરવાળાને સંકેત મળી ગયા હતા.

નાઓમીની આ કંડીશન વિશે તેમની માતાને ખબર પડી જ્યારે તે ૧૨ વર્ષની હતી. સામાન્ય રીતે આ ઉંમરમાં છોકરીઓને પીરિયડ આવે છે. પરંતુ નાઓમીને આવ્યા નહી. ત્યારબાદ નાઓમીની માતા તેમને ડોક્ટર પાસે લઇ ગઇ. ડોક્ટરે તેમની કાઉન્સિલિંગ પણ કરી, પરંતુ આઓમી ત્યારે આ વાતની ગંભીરતાને સમજી શકી નહી. તે નિશ્વિત થઇને આરામથી પોતાની જીંદગી જીવતી હતી.

નાઓમીને MRKH નામની દુર્લભ મેડિકલ કંડીશન હતી. MRKH સિંડ્રોમ ૫,૦૦૦ મહિલાઓમાં એકને પ્રભાવિત કરે છે. નાઓમીને ત્યારે આ વાતથી વધુ આઘાત લાગ્યો જ્યારે તેમના બોયફ્રેંડ એ જ કહ્યું કે ઘણીવાર મજાક બનાવી. ત્યારબાદ નાઓમી બીજા રિલેશનશિપમાં ગઇ અને પોતાના પાર્ટનરને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું.

નાઓમી અને તેમના પાર્ટનરે સરોગેસી દ્વારા પોતાના બાયોલોજિકલ બાળકને આ દુનિયામાં લાવવાનો ર્નિણય લીધો. આખરે તેમનો પ્રયત્ન રંગ લાવી અને સરોગેસી દ્વારા નાઓમી એલન અને સેમની પુત્રી ઇલિયાના આ દુનિયામાં આવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.