Western Times News

Gujarati News

નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતોમાં માત્ર ૨૩ તલાટીઓઃ ૧૬ જગ્યા વર્ષોથી ખાલી પડી

રેવન્યુ તલાટીની કામગીરીનું ભારણ જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપાયું

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકા માંથી ૭૮ ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવાયો હતો.રાજ્ય સરકારનો નવો નેત્રંગ તાલુકો બનાવા પાછળનો મુખ્ય આશય હતો કે રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચી અને તમામ ગામોનો સર્વાંગી વિકાસ સધાય.

પરંતુ કમનસીબે રાજ્ય સરકારની અપેક્ષાઓ ઉપર પાણી ફરી ચુક્યુ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યુ છે. નેત્રંગ તાલુકાના ૭૮ ગામ છે.૩૯ ગ્રા.પંચાયત પંચાયત છે.મહેકમ મુજબ નેત્રંગ તાલુકામાં ૩૯ તલાટી હોવા જાેઈએ.પરંતુ વર્ષોથી ૧૬ તલાટીની જગ્યા ખાલી પડી છે.

એટલે કે એક તલાટી એક ગ્રામ પંચાયત સહિત વધુ એક ગ્રામ પંચાયતનો ચાર્જ લઈને ફરજ નિભાવવી પડે છે.તલાટી પોતાની કામગીરી સંતોષકારક કરી શકતો નથી.ગ્રામજનોને આવક-જાતીના દાખલા,વૃદ્ધ પેન્શન,વિધવા પેન્શન, પેઢીનામું, ઘરવેરો, પાણી વેરો અને મહેસુલી કામગીરી કરી શકતો નથી.

સાથે-સાથે રેવન્યુ તલાટીની તમામ પ્રકારની કામગીરી જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપી દેવામાં આવી છે.રાજ્ય-કેન્દ્ર સરકારના તમામ પ્રકારના કાર્યક્રમોને સફળતા પૂર્વકપાર પાડવા સહિત નેત્રંગ તા.પંચાયત અને નેત્રંગ તાલુકા સેવાસદનના જવાબદાર અધિકારીઓ ધ્વારા સોંપવામાં આવતા કામથી તલાટીઓને બદ્દતર હાલત થઈ જવા પામી છે.

તેવા સંજાેગોમાં તલાટીઓને કામગીરીનું ભારણ વધી જાય છે.જેની આડ અસર લાભાર્થીઓ ઉપર પડે છે.રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ સમય મર્યાદામાં લેવો પડે છે.પરંતુ તે બાબતની કામગીરી નહીં થવાથી લાભાથીઁ યોજનાથી વંચિત રહી જાય છે.

ગામે-ગામ વિકાસના કામો અધુરા રહી જવાથી આદિવાઈ વિસ્તારનો વિકાસ સતત રૂંધાય રહ્યો છે.આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં તાત્કાલિક તલાટીની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.