Western Times News

Gujarati News

ગણેશજીની મૂર્તિનો હોમ ડિલિવરીનો નવો ટ્રેન્ડ

વિવિધ પ્રકારની પાઘડીવાળા ગણેશ અને દગડુ શેઠ, લાલ બાગચા રાજા ઓલટાઈમ ફેવરિટ

અમદાવાદ, ગણેસ ઉત્સવના શ્રી ગણેશ થયાં છે. ગણેશોત્સવના જાહેર કાર્યક્રમો પર નિયંત્રણ હોઈને ઘેર ઘેર ગણેશોત્સવ ઊજવવાનો ઉમળકો અતિશય વધવા પામ્યો છે. ગ્રાહકોને જવા ન દેવા માટે મૂર્તિકારો આ વર્ષે મૂર્તિની હોમ ડિલિવરીની ઓફરો આપી રહ્યા છે. અત્યાર સુધી ખાવાનું ગ્રોસરી દવાઓ વગેરેનો ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ હતો,

પરંતુ આ વખતે પહેલીવાર શ્રીજીની મૂર્તિની પણ સાથે હોમ ડિલિવરી થઈ રહી છે. પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ હોઈ માટીની શ્રીજીની મૂર્તિના ભાવ છેલ્લી ઘડીએ વધી ગયા છે. જાેકે આમ પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મૂર્તિઓના ભાવ વધારે છે.

ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ શહેરમાં ગણેશજીની આગમન યાત્રા કાઢી શકાઈ ન હોવાથી પંડાલમાં ખાસ સ્મોક ફાયર કરીને બાપ્પાને વધાવવામાં આવ્યા છે. આ સાથે જ ભક્તોએ રંગબેંરંગી ફટાકડા, આતશબાજી કરીને ઢોલ-નગારાના તાલે શ્રીજીની પધરામણીને આવકારી હતી. સવારે ગણેશજીની વિધિવત સ્થાપના કરવામાં આવી રહી છે.

દેશમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત વર્ષ ૧૮૯૩માં લોકમાન્ય તિલકે શરૂ કરાવી હોવાનું કહેવાય છે. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ઈ.સ.૧૮૭૮થી ગણેશોત્સવની ઉજવણી કરે છે. આઝાદી પછી પહેલી વખત સાર્વજનિક ગણેશોત્સવમાં ૪ ફૂટની જ શ્રીજીની પ્રતિમા જાેવા મળશે. શહેરમાં સૌથી પહેલા ૧૯૪૨માં ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો.

ત્યારથી ૧૯૪૭-૧૯૪૮ સુધી ૨ કે ૩ ફૂટની પ્રતિમાઓની સ્થાપના થતી હતી. હવે મુંબઈની જેમ ૧૫-૧૮ ફૂટ સુધીની પ્રતિમાઓની સ્થાપના શરૂ થઈ હતી. જાે કે, આ વર્ષે સરકારી ગાઈડલાઈનને પગલે દરેક પંડાલોમાં ૪ ફૂટ કે તેથી નાની પ્રતિમાની સ્થાપના થશે.

આ વર્ષે પંડાલની સરખામણીએ ઘરો અને શેરીમાં હજારો મૂર્તિની સ્થાપના કરાશે. ઘરોમાં સ્થાપાયેલી મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં થશે નહીં.

દર વર્ષે પ્રતિમા, ડેકોરેશન તથા કાર્યક્રમો પાછળ મોટો ખર્ચ થતો હતો. આ વર્ષે આરતીમાં પણ માત્ર ૧૫ જ ભક્તો હાજર રહી શકશે, પ્રસાદ પર પ્રતિબંધ છે. વિવિધ પ્રકારની પાઘડીવાળા ગણેશ અને દગેડુ શેઠ, લાલ બગચા રાજા ઓલટાઈમ ફેવરીટ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.