Western Times News

Gujarati News

નવા મુખ્યમંત્રી એક્શન મોડમાં

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ દિવસે જ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર, રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને NDRF ની  મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમ ની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવીને નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
તેમણે રાજકોટમાં 1155 લોકો જે આજી ના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે NDRF ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી.
તેમણે ખાસ કરીને બચાવ  રાહત કામગીરીને પ્રાયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.