Western Times News

Gujarati News

૨૦૨૨થી આઇપીએલમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમો મેદાનમાં ઉતરશે

File

મુંબઇ, બીસીસીઆઇએ આઇપીએલની બે નવી ટીમોની હરાજીની તૈયારી કરી લીધી છે. ૧૭ ઓક્ટોમ્બરના રોજ હરાજી થઈ શકે છે. વર્ષ ૨૦૨૨થી આઇપીએલમાં ૮ની જગ્યાએ ૧૦ ટીમો મેદાનમાં ઉતરશે. જાન્યુઆરીમાં મેગા ઓક્શન થઈ શકે છે.

બોર્ડે ૨ નવી ટીમોની હરાજીથી ૫ હજારથી લઈને ૬ હજાર કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. ટીમો વધવાથી મેચોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ત્યારે આવી પરિસ્થિતિમાં BCCIને બ્રોડકાસ્ટિંગથી પણ કમાણી થશે તો મોટો ફાયદો થશે.

ટીમની સંખ્યા વધતા દરેક ટીમને ૧૪ અથવા ૧૮ લીગ મેચ રમવી પડશે. દરેક ફ્રેન્ચાઈઝીને હોમ વેન્યૂ પર ૭ અને અવે વેન્યૂ પર પણ ૭ મેચ નિશ્ચિતપણે રમવી પડશે. હાલના સમયમાં દરેક ટીમ ૭-૭ મેચ રમે છે. પણ ટીમો વધવાથી દરેક ટીમ ૧૮ મેચ રમવી પડે તો, ટૂર્નામેન્ટનો સમય વધી જશે. આવા સમેય ઈન્ટરનેશન કાર્યક્રમ પર પ્રભાવ પડશે. લીગ મેચની સંખ્યા ૭૪ અથવા ૯૪ થઈ શકે છે.

આગામી સીઝનમાં ૭૪ મેચ જશ હશે.ટીમને ૨ ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બીસીસીઆઈએ તમામને મુખ્ય તારીખો વિશે જણાવ્યુ છે. ૫ ઓક્ટોબર સુધી ટેન્ડર ડોક્યુમેન્ટ ખરીદી શકાશે. ૧૭ ઓક્ટોબરે હરાજી થઈ શકે છે. આ વાતની જાણકારી છે કે, ઈ ઓક્શન નહીં થાય. જૂની બોલી પ્રમાણે બંધ બોલી પ્રક્રિયા અપનાવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.