Western Times News

Gujarati News

અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોની ફરીથી સમીક્ષા કરશે

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી. કદાચ આ જ કારણ છે કે બાઈડેન પ્રશાસને પાકિસ્તાન સાથેના સંબંધોનું નવેસરથી સમીક્ષા કરવાનો ર્નિણય લીધો છે. પાકિસ્તાન એકબાજુ જ્યાં તાલિબાનના આતંકીઓની મદદ કરતું રહ્યું ત્યાં દુનિયાને એ પણ દેખાડતું રહ્યું કે તે અફઘાનિસ્તાન સરકારની મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનની આ કરતૂતથી અમેરિકા ગુસ્સે ભરાયું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અમેરિકી સદનમાં આ જાણકારી આપી.

સદનમાં ચર્ચા દરમિયાન એન્ટની બ્લિંકને સ્વીકાર્યું કે પાકિસ્તાને બે બાજુથી રમત રમી છે. તેણે દુનિયાને ઉંઘે રવાડે ચડાવી. જે જાેતા અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોની ફરીથી સમીક્ષા કરશે. આ સાથે જ નક્કી કરશે કે ક્ષેત્રમાં પાકિસ્તાને શું ભૂમિકા ભજવવાની છે.

આ દરમિયાન અમેરિકી સાંસદોનો પણ પાકિસ્તાન પર ગુસ્સો જાેવા મળ્યો. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમ હવે જગજાહેર થઈ ગઈ છે. પાકિસ્તાનની દગાબાજીના કારણે બાઈડેન પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકો બે દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાનના ખેલને લઈને નારાજ છે. બ્લિંકને આ સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે પાકિસ્તાને હક્કાની સહિત તાલિબાની આતંકીઓને શરણ આપી. બીજી બાજુ તે આતંકવાદ વિરુદ્ધ પણ અનેક જગ્યાએ સહયોગ કરતું જાેવા મળ્યું. તેની ભૂમિકા અને હિત પરસ્પર વિરોધી છે.

બ્લિંકને એમ પણ કહ્યું કે તાલિબાન શાસિત સરકારને માન્યતા કે કોઈ મદદ જાેઈએ તો તેણે આતંરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. આગળ જઈને પાકિસ્તાન સહિત તમામ દેશોને અમેરિકા તે અપેક્ષાઓથી માહિતગાર કરાવશે. જાે કે તમામ અમેરિકી સાંસદોએ પાકિસ્તાનની બેવડી ગેમને લઈને તેના પર કડક કાર્યવાહીની માંગણી કરી છે.

કેટલાકે તેનો બિન-નાટો સહયોગી તરીકેનો દરજ્જાે ખતમ કરવાની માંગણી કરી છે. તેને મળનારી નાણાકીય મદદને રોકવાનું પણ કહ્યું છે. પાકિસ્તાને અમેરિકાની પીઠમાં ખંજર ભોંક્યું છે. અફઘાનિસ્તાનમાં મોટા પાયે અમેરિકી સૈનિકોએ કુરબાની આપી. પાકિસ્તાન અમેરિકાને મદદના નામે અબજાે ડોલર ડકારતું રહ્યું.

પાકિસ્તાનને એ પણ ચેતવણી અપાઈ છે કે તે તાલિબાન સરકારને માન્યતા આપવામાં ઉતાવળ ન કરે. સેનેટર જેમ્સ રિસ્ચે સ્પષ્ટ કહ્યું કે જે પણ દેશ તાલિબાનનું સમર્થન કરે છે તેમના માટે અમેરિકા સાથેના સંબંધો પર જાેખમ છે. અનેક સાંસદોએ તો સીધી રીતે પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવાની પણ વાત કરી છે. જાે કે અમેરિકી એન્ટરપ્રાઈઝમાં સિનિયર ફેલો માઈકલ રૂબિને લખ્યું હતું કે ચા પર વાતચીત દરમિયાન આઈએસઆઈના પૂર્વ પ્રમુખે પણ ખુલાસો કર્યો હતો કે અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાન બંને બાજુથી રમત રમી રહ્યું છે.

એક બાજુ તે તાલિબાનને મદદ કરી રહ્યું છે અને બીજીબાજુ અમેરિકા પાસેથી પોતાના સહયોગની ભારે રકમ પણ વસૂલી રહ્યું છે. આઈએસઆઈના દ્રષ્ટિકોણથી આ જેકપોટ લાગવા જેવું છે. ૯/૧૧ હુમલા બાદથી અમેરિકાએ પાકિસ્તાનને લગભગ ૨૩ અબજ ડોલરની સુરક્ષા સહાયતા કરી અને વધારાની રકમ આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.