Western Times News

Gujarati News

સૈફની બાળપણની ક્યુટ તસવીર સબાએ શેર કરી

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન ભલે ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે અવારનવાર પોતાના અને પરિવારના સભ્યોના નવા અને જૂના ફોટોસ શેર કરતી રહે છે. તાજેતરમાં જ સબા અલી ખાને પોતાના ભાઈ સૈફ અલી ખાન અને માતા શર્મિલા ટાગોરની જૂની તસવીર શેર કરી છે.

સબા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જૂની તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે સબા અલી ખાને કેપ્શનમાં લખ્યું છે કે, માતા અને દીકરો, એક સાથે એક ફ્રેમમાં, હંમેશા માટે. સૈફ અલી ખાનની આ તસવીર તેના ફેન્સને તો પસંદ આવી જ રહી છે, પરંતુ આ તસવીરની ચર્ચા તૈમૂરને કારણે વધારે થઈ રહી છે.

આ તસવીર જાેઈને તમને પણ એકવાર એવું લાગશે કે આ સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર અલી ખાન છે. ફેન્સ પણ આ તસવીર જાેઈને કમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે કે, તૈમૂર પોતાના પિતા સૈફ અલી ખાનની કૉપી છે. ઉલ્લેખનીય છે કે તૈમૂરનો જન્મ થયો ત્યારેથી જ તે પાપારાઝોનો ફેવરિટ છે. તૈમૂરની તસવીરોને ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે.

હવે તૈમૂર મોટો થયો છે તો તે મીડિયાને પોઝ પણ આપે છે. સૈફ અલી ખાનની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજા દીકરાને પણ જન્મ આપ્યો હતો. કરીના અને સૈફના બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન છે જેને પરિવારના લોકો પ્રેમથી જેહ કહીને બોલાવે છે. કરીનાના દીકરાનું નામ સામે આવ્યું ત્યારે લોકોએ ખૂબ ટીકા કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો સૈફ અલી ખાન તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ફિલ્મ ભૂત પોલીસમાં જાેવા મળ્યો હતો.

ફિલ્મમાં તેની સાથે જેકલીન ફનાર્ન્ડિઝ, યામી ગૌતમ અને અર્જૂન કપૂર પણ હતા. હવે સૈફ અલી ખાન ફિલ્મ આદિપુરુષમાં પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ સાથે જાેવા મળશે. કરીનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે. આ ફિલ્મ ટોપ હેંક્સની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું હિન્દી અડેપ્ટેશન છે. આ સિવાય કરીનાએ તાજેતરમા જ હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.