Western Times News

Gujarati News

TVS એ નેકેડ સ્ટ્રીટ ડિઝાઇન ‘ટીવીએસ રેઇડર’ મોટરસાયકલ પ્રસ્તુત કર્યું

હોસુર, વિશ્વમાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રસિદ્ધ ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે ભારત અને દુનિયામાં મહત્વાકાંક્ષી યુવાન ગ્રાહકો માટે 125સીસીના સેગમેન્ટમાં વિવિધ ખાસિયતો ધરાવતા ટીવીએસ રેઇડર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ નવી અને સ્પોર્ટી મોટરસાયકલ ફર્સ્ટ-ઇન-ક્લાસ ખાસિયતો ધરાવે છે,

જેમ કે રિવર્સ એલસીડી ડિજિટલ સ્પીડોમીટર, વોઇસ આસિસ્ટ સાથે વૈકલ્પિક 5-ઇંચ ટીએફટી ક્લસ્ટર, વિવિધ રાઇડ મોડ અને સેગમેન્ટમાં પ્રથમ અંડર-સીટ સ્ટોરેજ.

મુખ્ય ખાસિયતો

·         રિવર્સ એલસીડી ડિજિટલ સ્પીડોમીટર

·         રાઇડના વિવિધ મોડ – (ઇકો અને પાવર)

·         અંડર સીટ સ્ટોરેજની સરળ સુલભતા

·         અદ્યતન 3V એન્જિન

·         મોનો-શોક સસ્પેન્શન

·         પહોળા સ્પ્લિટ સીટ

·         ETFi

·         ઇન્ટેલિગો

·         એન્જિન ઇન્હિબિટર સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેશન

·         હેલ્મેટ રિમાઇન્ડર

·         આગામી ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટTM વેરિઅન્ટ 5-ઇંચ ટીએફટી ક્લસ્ટર, બ્લુટૂથ કનેક્ટિવિટી, વોઇસ આસિસ્ટ અને નેવિગેશન ઓફર કરશે

(L-R) Mr. Aniruddha Haldar, VP (Marketing) Commuters, Corporate Brand & Dealer Transformation, TVS Motor Company and Mr. R Babu, VP – R&D, TVS Motor Company

આ લોંચ પર ટીવીએસ મોટર કંપનીના ડાયરેક્ટર અને સીઇઓ શ્રી કે એન રાધાક્રિષ્નને કહ્યું હતું કે, “ટીવીએસ મોટર કંપની લગભગ દરેક ખંડના ગ્રાહકોને ઉત્પાદનો પૂરાં પાડે છે. અમને ટીવીએસ રેઇડર સાથે અમારા પોર્ટફોલિયો પર નવું આંતરરાષ્ટ્રીય મોટરસાયકલ પ્લેટફોર્મ ઉમેરીને ખુશ છીએ, જે યુવાન, ડિજિટલી નેટિવ જનરેશન ઝેડ માટે ડિઝાઇન કરેલું છે. પોતાના લક્ષિત વર્ગ માટે આ વાહનમાં અદ્યતન અને કનેક્ટેડ ટેકનોલોજી સાથે સજ્જ છે. મને ખાતરી છે કે, ટીવીએસ રેઇડર ભારત અને દુનિયામાં અમારા યુવાન ગ્રાહકો માટે પસંદગી બની જશે.”

ટીવીએસ મોટર કંપનીના કમ્યુટર્સ, કોર્પોરેટ બ્રાન્ડ એન્ડ ડિલર ટ્રાન્સફોર્મેશનના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રી અનિરુદ્ધ હાલદારે કહ્યું હતું કે, “ટીવીએસ મોટર કંપની મુખ્ય ગ્રાહક વર્ગ તરીકે જનરેશન ઝેડને લાંબા સમયથી ઉત્પાદનો પૂરાં પાડે છે. જનરેશન ઝેડની કેટલીક મનપસંદ બ્રાન્ડમાં અમારી બ્રાન્ડ્સ સામેલ છે,

જેમ કે ઇવી – ટીવીએસ આઇક્યુબ અને ટીવીસી રેસિંગ બોર્ન ટીવીએસ અપાચે સીરિઝ અને ટીવીએસ NTORQ 125. અમે ટીવીએસ રેઇડર અને એની નેકેડ સ્ટ્રીટ સ્ટાઇલિંગ, રાઇડ મોડ્સ સાથે બેસ્ટ-ઇન-ક્લાસ એક્સલરેશન તથા ટીવીએસ ઇન્ટેલિગો અને ઇટીફાઈ સંચાલિત માઇલેજ કામગીરી સાથે મોનો-શોક આધારિત રાઇડ-સંચાલન સાથે તેમની અપેક્ષાઓને એક વાર ફરી પૂર્ણ કરીશું.

મને ખાતરી છે કે, અમારા ગ્રાહકો ટીવીએસ રેઇડરની વિશિષ્ટ ખાસિયતોને, એની એક પ્રકારની એનિમલિસ્ટિક હેડલાઇટ અને સેગમેન્ટમાં પ્રથમ રિવર્સ એલસીડી ક્લસ્ટરને પસંદ કરશે. અમે બ્લુટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન અને વોઇસ આસિસ્ટ સાથે સ્માર્ટએક્સકનેક્ટTM પણ ઓફર કરીશું. જનરેશન ઝેડના શબ્દોમાં ટીવીએસ રેઇડર વિક્ડ રાઇડ છે!”

ટીવીએસ રેઇડર વિશિષ્ટ અને બોલ્ડ ડિઝાઇન થીમ સાથે ઇનોવેશનથી પ્રેરિત ડિઝાઇન ધરાવે છે. મોટરસાયકલ મર્દાના પર્સનાલિટી અને આ થીમની પ્રતીક સ્વરૂપે સ્પેશ્યલ લોગો ધરાવે છે.

મજબૂત અને કોતરેલી ટેંક પ્રોફાઇલ ટીવીએસ રેઇડરને મજબૂત, નક્કર અપીલ કરે છે. સાથે સાથે એનો સ્પોર્ટી અને કોમ્પેક્ટ લૂક તથા ચપળતા મોટરસાયકલને તમારી રોજિંદી સવાર માટે આદર્શ બનાવે છે. ટીવીએસ રેઇડરના ઓળખ સમાન ડિઝાઇન પાસાં એની વિશિષ્ટ અને ઊડીને આંખે વળગે એવા હેડલેમ્પ અને ટેઇલ-લેમ્પ છે, જે ઉત્કૃષ્ટ વિઝિબિલિટી પ્રદાન કરે છે. સ્પેશ્યલ ડિઝાઇન કરેલા ટેક્સચર્સ અને ફિનિશિંગ સાથે યૂથફુલ કલર સ્કીમ્સ એની સ્પોર્ટી અને ઊર્જાવંત ડિઝાઇનના અભિન્ન પાસાં છે.

ટીવીએસ રેઇડર અદ્યતન 124.8 સીસી એર અને ઓઇલ-કૂલ્ડ 3વી એન્જિન ધરાવે છે, જે 8.37 kW @ 7,500 rpmનો મહત્તમ પાવર આપે છે અને 11.2 Nm @ 6,000 rpmનો ટોર્ક પેદા કરે છે. મોટરસાયકલને 5.9 સેકન્ડમાં કલાકદીઠ 0થી 60 કિલોમીટરનું બેસ્ટ-ઇન-ક્લાસ એક્સલરેશન અને પ્રભાવશાળી ટોપ સ્પીડ કલાકદીઠ 99 કિલોમીટર પર ગર્વ છે.

ડાયનેમિક સુવિધા અને હેન્ડલિંગ માટે ગેસ-ચાર્જ 5-સ્ટેપ એડજસ્ટેબહલ મોનો-શોક સસ્પેન્શન, લૉ ફ્રિક્શન ફ્રન્ટ સસ્પેન્શન અને સ્પ્લિટ સીટ, 5-સ્પીડ ગીઅરબોક્ષ અને 17”એલોય ચન્કી પહોળા ટાયર્સ જેવી ખાસિયતો જવાબદાર છે.

રાઇડ મોડ્સ સાથે રિવર્સ એલસીડી ડિજિટલ સ્પીડોમીટર અદ્યતન હાઇ-ટેક ગેજેટ છે, જે વિગતો મેળવવા સચોટ અને સરળ છે. ટીવીએસ રેઇડર ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટTM વેરિઅન્ટ સાથે વૈકલ્પિક 5-ઇંચ ટીએફટી ક્લસ્ટર સાથે પણ આવશે, જે બ્લુટૂથ કનેક્ટિવિટી અને વોઇસ આસિસ્ટ ઓફર કરે છે. સ્વિચ ક્લસ્ટર, ફૂટપેગ્સ અને મિકેનિકલ બાબતો કામગીરી સાથે સમાધાન ન કરે એવા ફાયદા માટે મોટરસાયકલ સાથે સુસંગત બને એ રીતે ડિઝાઇન કરેલા છે.

અસાધારણ ઇંધણ ખર્ચ ટીવીએસ રેઇડરનાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સમાં પૂરક છે; ઇકોથ્રસ્ટ ફ્યુઅલ ઇન્જેક્શન (ઇટીફાઇ) ટેકનોલોજી શ્રેષ્ઠ માઇલેજ, શ્રેષ્ઠ સ્ટાર્ટેબિલિટી, રિફાઇન્મેન્ટ અને ટકાઉક્ષમતા પ્રદાન કરે છે.

જ્યારે ટીવીએસ ઇન્ટેલિગો સવારીની સુવિધા, માઇલેજ વધારે છે અને ટ્રાફિક સિગ્નલ્સ અને અન્ય સ્ટોપ જેવા લાંબા આઇડલિંગ દરમિયાન એન્જિનને ઇન્ટેલિજન્ટ રીતે સ્વિચ ઓફ કરીને ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.

ટીવીએસ રેઇડરનું અર્ગોનોમિક્સ રાઇડરની સુવિધા અને સગવડતા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વિકસાવવામાં આવ્યું છે. ટીવીએસ મોટર કંપનીના પર્ફોર્મન્સ મોટરસાયકલના ગુણો પર આધારિત લાંબા વ્હીલબેઝ, પરફેક્ટ અર્ગોનોમિક્સ ટ્રાયએંગલ પર લૉ સીટ હાઇટ બેલેન્ટનું કન્ફિગરેશન ધરાવે છે તેમજ મોનો-શોક સરળ અને સુવિધાજનક સવારી અને સંચાલન પ્રદાન કરે છે. પોતાની વિશિષ્ટ નોંધ સાથે એક્ઝોસ્ટ ડિઝાઇન પરફેક્શન સાથે સુસંગત છે, કારણ કે આ મોટરસાયકલના અદમ્ય જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તમારી આવશ્યક ચીજવસ્તુઓ માટે સેગમેન્ટમાં પ્રથમ સરળતાથી સુલભ અંડર-સીટ સ્ટોરેજ જેવી ખાસિયતો, એન્જિન ઇન્હિબિટર સાથે સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, હેલ્મેટ રિમાઇન્ડર અને વૈકલ્પિક યુએસબી ચાર્જર રાઇડનો સંપૂર્ણ અનુભવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રૂ. 77,500/- (એક્સ-શોરૂમ, દિલ્હી) કિંમત પર ડ્રમ અને ડિસ્ક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ સ્ટ્રાઇકિંગ રેડ, બ્લેઝિંગ બ્લૂ, વિક્ડ બ્લેક અને ફિયરી યેલ્લોનાં કલર સિલેક્શનમાં ઉપલબ્ધ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.