Western Times News

Gujarati News

જેમના પુત્ર સામે કોપી કેસ થયો હતો તેના જ પિતા શિક્ષણમંત્રી બન્યા

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. તેઓ સૌથી સિનિયર એવા ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની જગ્યા લેશે. તેઓ શિક્ષણ પ્રધાન બન્યા છે. જાેકે, તેમની મંત્રીપદની જાહેરાત થતાની સાથે જ તેમનો ભૂતકાળ ઉખેડવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં તેમનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો. તેને શું સજા થઇ એવું લોકો પૂછી રહ્યા છે.

તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-૧માં અભ્યાસ કરતા હતા. એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠા હતા.મીત પાસેથી ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું.

પરીક્ષામાં ચોરી કરતાં પકડવામાં આવ્યો હતો. મીત વાઘાણી બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચોરી કરવા માટે બનાવેલી ૨૭ કાપલીઓ માંથી મીત જીતેન્દ્ર વાઘાણી નકલ કરીને પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે રંગે હાથ પકડાઈ ગયો હતો.ત્યારે વિવાદ ઊભો થતા જીતેન્દ્ર વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, લોકશાહીમાં જે નિયમો હોય એ તમામ નિયમો મારા પરિવારને પણ લાગુ પડશે.

મારા દીકરાએ ભૂલ કરી છે, એવું હું માનું છું, યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જાેઈએ. નક્કી કર્યું છે કે મારો દીકરો હવે પરિક્ષાના પેપર આપવા નહીં જાય.

જાે કે હવે જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ પ્રધાન બન્યા ત્યારે એવો સવાલ ઊભો થઇ રહ્યો છે કે દીકરાએ ભૂલ કરી હતી. વાઘાણીએ તે ઘટનાને દબાવવાને બદલે ખેલદિલીપૂર્વક તેનો સ્વીકાર કર્યો હતો તે તેમની હિંમત હતી.

જાેકે, પછી તેમના દીકરાને સજા થઇ ખરી.રિપોર્ટ મુજબ તેમના દીકરાને યુનિવર્સિટીની તપાસ સમિતિએ દોષિત માન્યો હતો અને દોઢ વર્ષ સુધી તે પરીક્ષા નહીં આપી શકે તેવી સજા પણ કરી હતી. એટલે હવે તેને તેની ભૂલની સજા મળી ચૂકી છે. તેને સુધરવાનો મોકો મળવો જાેઇએ, તેવું પણ કેટલાક લોકો કહી રહ્યા છે.

વાઘાણી, ૧૦૫ ભાવનગર પશ્ચિમ મત વિભાગ (ભાવનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૨૮ જુલાઇ, ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

જાેકે, શિક્ષણ પ્રધાન બન્યા પછી જીતુ વાઘાણી પાસે તે અપેક્ષા તો જરૂર રખાશે કે જેમ તેમણે તેમના પુત્રના કિસ્સામાં કોઇ દરમિયાનગીરી કર્યા વગર સજા કરાવી હતી તે જ રીતે શિક્ષણ ખાતામાં પણ આવા કેસોનો ન્યાયી નિકાલ કરશે. શિક્ષણના ક્ષેત્રમાં વર્ષોથી વ્યાપેલી બદીઓને દૂર કરવાનો પ્રયત્ન હિંમતપૂર્વક કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.