Western Times News

Gujarati News

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીએ અંગનું માપ લેવાના કેમ્પમાં નારાયણ સેવા સંસ્થાનના પ્રદાનની પ્રશંસા કરી

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાન વર્ષોથી વંચિત અને દિવ્યાંગ સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે કામ કરે છે. આ સેવાભાવી સંસ્થા (એનજીઓ) કૃત્રિમ અંગો પૂરાં પાડવા, એની હોસ્પિટલોમાં ફ્રી ઓપરેશનની સેવા આપવા વિવિધ કોર્પોરેટ અને સંસ્થાઓ સાથે જોડાણ કરે છે તેમજ દિવ્યાંગ અને વંચિત સમુદાયોને કૌશલ્યની તાલીમ આપે છે.

ગુજરાતના અમદાવાદમાં આજના કૃત્રિમ અંગોનું માપ લેવાનો કેમ્પ યોજાયો હતો, જેમાં નારાયણ સેવા સંસ્થાનના વંચિત અને દિવ્યાંગ સમુદાયોના ઉત્થાન માટેના કામની પ્રશંસા ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કૃત્રિમ અંગો, ઓપરેશન અને કેલિપર્સ માટે આશરે 93 દિવ્યાંગજનોના અંગોના માપ લેવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, “અમને ખુશી છે કે, ભારતમાં નારાયણ સેવા સંસ્થાન જેવી સેવાભાવી સંસ્થાઓ કામ કરે છે, જે વંચિત અને દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્થાન અને સક્ષમ લોકોને કામ કરે છે.

અમે એનએસએસ દ્વારા વિવિધ કૃત્રિમ અંગોના કેમ્પ, સામૂહિક લગ્ન સમારંભ, દિવ્યાંગ વ્યક્તિઓના કૌશલ્ય માટે તથા તેમને સાધારણ જીવન તરફ દોરી જવા સક્ષમ બનાવવા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે, આવી ઘણી સંસ્થાઓ આગળ આવે અને સમાજના લાભ માટે કામ કરે. અમે ટીમ અને સંસ્થાની ટાસ્કફોર્સને અભિનંદન આપીએ છીએ, જેમણે સમાજોપયોગી આ પ્રકારની પ્રશંસનીય કામગીરી કરી છે.”

નારાયણ સેવા સંસ્થાનના પ્રમુખ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “અમે શ્રી ચુડાસમાનો સાથસહકાર અને પ્રશંસા બદલ આભાર માનીએ છીએ. અમે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા ઇચ્છીએ છીએ, જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભરના વિઝનને સુસંગત છે. અમે દિવ્યાંગ અને વંચિત સમુદાયને કૌશલ્ય પ્રદાન કરવા અને સક્ષમ બનાવવા તથા તેમને સમાજના મુખ્યપ્રવાહમાં સામેલ કરવા પ્રયાસરત છીએ.”

તાજેતરમાં એનએસએસએ ઉદેપુરમાં 21 દિવ્યાંગ અને વંચિત યુગલો માટે 36મો સામૂહિક લગ્ન સમારંભ યોજ્યો હતો. આ કેમ્પ દરમિયાન એનએસએસની ટીમના સભ્યો હરિપ્રસાદ, નરેન્દ્ર સિંહ, પ્રકાશ અને સૂરજ સેને શહેરમાં કેમ્પનું આયોજન કરવામાં મદદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.