Western Times News

Gujarati News

એક દિવસ માટે અમદાવાદ કલેક્ટર તરીકે ૧૧ વર્ષની દિકરીએ ચાર્જ સંભાળ્યો

અમદાવાદ, અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર ૧૧ વર્ષની દિકરીએ કામગીરી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જાેઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને ૭ મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. તેના માતા-પિતાએ એક એનજીઓનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જાેવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.