Western Times News

Gujarati News

ઝઘડિયાની યુપીએલના અંકલેશ્વર ખાતેના ગોડાઉનમાં ભીષણ આગ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગણેશ વિસર્જન અને વરસાદ વચ્ચે જ ફોસ્ફરસ લીકેજ થતા આગના છમકલાથી અફરાતફરી મચી ગઈ હતી. યુનાઈટેડ ફોસ્ફરસ-૫ યુનિટના ગોડાઉન માંથી વિદેશ મોકલવા ટ્રક માંથી રો મટીરીયલ્સ ફોસ્ફરસનું એક ડ્રમ ફોરક્લિપ માંથી છૂટું પડી નીચે પડતા ધુમાડા સાથે આગની ઘટના ઘટી હતી.

યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીનું ગોડાઉન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે.રવિવારની સવારે ગણેશ વિસર્જન વેળા કંપનીના ગોડાઉનમાં રો મટીરીયલ્સ એવા ફોસ્ફરસના ડ્રમને ટ્રક માંથી ઉતરવાની કામગીરી ચાલી રહી હતી.

વિદેશ મોકલવા માટે ફોસ્ફરસના ડ્રમ ગોડાઉનમાં ઉતારતી વખતે એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા ઘટના સર્જાઈ હતી.ડ્રમ નીચે પડતા જ ફોસ્ફરસ વરસતા વરસાદ વચ્ચે હવાના સંપર્કમાં આવતા સફેદ ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડા સાથે ફોસ્ફરસ સળગતા નજીક કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.

યુનાઈટેડ ફોસ્ફરસ તેમજ બાજુમાં રહેલી ગ્લેનમાર્ક કંપનીના ફાયર ટેન્ડરો આગને કાબુમાં લેવા કામે લાગ્યા હતા. સાથે જ ફાયર અંગેનો કોલ ડીપીએમસીને આપતા તેના ફાયર ફાઈટરો પણ ટેન્ડર લઈ સ્થળ પર દોડી આવ્યા હતા.ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

યુનાઈટેડ ફોસ્ફરસ,ગ્લેનમાર્ક ૩ ટીમ ડ્રમ માંથી લીકેજ થઈ જમીન પર પડેલું ફોસ્ફરસ સંપૂર્ણ સળગી ન જાય ત્યાં સુધી તેના મોનીટરીંગમાં રહ્યું હતું.જાેકે ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાઈ ન હતી. ફેકટરી ઈન્સ્પેકટર અને ડીપીએમસીએ ઝઘડયાની યુનાઈટેડ ફોસ્ફરસના અંકલેશ્વર સ્થિત ગોડાઉનમાં ફોસ્ફરસના ડ્રમ ટ્રક માંથી લોડિંગ-અનલોડિંગ કરતા એક ડ્રમ ફોરક્લિપ માંથી છટકી નીચે પડતા હોનારત બની હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.