Western Times News

Gujarati News

ગરીબોની વીજળી થશે માફ અને ખેડૂતોને મળશે ફરીથી કનેક્શન, ચરણજિતસિંઘની જાહેરાત

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંઘ ચન્નીએ શપથ લીધા બાદ પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ચરણજિતસિંઘે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે એક સામાન્ય માણસને રાજ્યની કમાન સોંપી છે. જે વ્યક્તિના ઘરે રહેવા માટે છાપરું પણ નહોતું એવા વ્યક્તિને કોંગ્રેસ પાર્ટી દ્વારા મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ચરણજિતસિંઘે જાહેરાત કરતાં કહ્યું છે કે, ગરીબોના વીજળી બીલ માફ કરવામાં આવશે. કેબિનેટમાં આ ર્નિણયને પાસ કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ૧૮ મુદ્દા અમને મોકલી આપ્યા છે. આ મારા કાર્યકાળમાં જલ્દી જ પૂર્ણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ચરણજિતસિંઘ પત્રકાર પરિષદ દરમિયાન ભાવુક થઇ ગયા હતા અને તેમને ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, હું કેન્દ્ર સરકારને અપીલ કરીશ કે ત્રણ કૃષિ કાયદાને તરત પરત લેવામાં આવે. જાે કાયદા પરત લેવામાં નહીં આવે તો ખેતી સમાપ્ત થઇ જશે અને તેના કારણે પંજાબના ખેડૂતોને મોટાપાયે નુકસાન થશે. પંજાબના ખેડૂતોને હું ક્યારેય નબળા નહીં પડવા દઉં.

પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંઘે જાહેરાત કરતાં કહ્યું છે કે, ગરીબોના વીજળી બીલ માફ કરવામાં આવશે. કેબિનેટમાં આ ર્નિણયને પાસ કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ૧૮ મુદ્દા અમને મોકલી આપ્યા છે. આ મારા કાર્યકાળની અંદર જલ્દી જ પૂર્ણ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, જે ખેડૂતોના વીજળી બીલ કટ કરવામાં આવ્યા છે,તેમના કનેક્શન ફરીથી જાેડવામાં આવશે. હડતાળ પર ઉતરેલા દરેક કર્મચારીઓને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ તેમની વાત માનીને ફરજ પર પરત આવી જાય. થોડોક સમય આપો, તેમની ચિંતા જલ્દી જ દૂર કરવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રીએ દરેક સેક્રેટરીને આદેશ જાહેર કરતા કહ્યું હતું કે, અઠવાડિયામાં બે દિવસ માત્ર જનતાને સાંભળવામાં આવશે, ખેડૂતો અને સામાન્ય જનતાની વાતોને સાંભળી તેમને ધ્યાનમાં રાખીએ તેમને સાથે રાખીને આગળ વધવામાં આવશે અને મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. પાર્ટીની દરેક નીતિઓને લાગૂ કરવામાં આવશે અને કોંગ્રેસ કાર્યકર્તાઓની સમસ્યાઓનું પણ જલ્દી જ નિવારણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી ચરણજિતસિંઘ ચન્ની ઉપરાંત પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજાેતસિંહ સિદ્ધુ અને પ્રભારી હરિશ રાવત હાજર રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.