Western Times News

Gujarati News

અસરગ્રસ્ત લોકોની કેશ ડોલમાં સરકારે વધારો કર્યો

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાત સરકારે અસરગ્રસ્ત સહાયમાં વધારો કર્યો છે, રાજ્યમાં હાલ વરસાદે મહેર મુકી છે ,તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઘણા બધા શહેર પ્રભાવિત થઇ રહ્યા છે.

આ શહેરમાં પ્રભાવિત લોકોની સહાયમાં વધારો કરવા સરકાર જઇ રહી છે.રાજકોટ અને જામનગરમાં અતિ ભારે વરસાદના લીધે ઘણાબધા લોકો પ્રભાવિત થયાં હતા. નવી સરકારે જે કેશ ડોલ સહાય ચૂકવામાં આવતી હતી તેમાં સરકારે સુધારો કર્યો છે,અને સહાયમાં વધારો કર્યો છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ એકશન મોડમાં છે,પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહી છે. જે લોકો બારે વરસાદથી પ્રભાવિત થયાં છે તેમને કેશ ડોલ જે આપવામાં આવતી હતી તેના બદલ હવે રકમમાં વધારો કર્યો છે. પહેલા કેશ ડોલ કેશ ૧૦૦ આપવામાં આવતી હતી તેના બદલામાં હવે ૧૫૦ પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવાશે,અને આ વદારાની રકમ હપ્તાપેટે અસરગ્રસ્તોને ચૂકવવમાં આવશે.

આ ઉપરાંત ઘરવઘરી નુકશાનમાં પણ સરકાર વળતરમાં વધારો આપવાની વિચારણા કરી રહી છે. હાલ ઘરવખરી ૩૮૦૦ રૂપિયા ચૂકવામાં આવે છે .આ રકમમાં પણ વધારો કરવામાં આવશે. આની સત્તાવાર જાહેરાત મહેસૂલ વિભાગ કરશે, આ જાહેરાત વહેલી તકે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા છોડા દિવસમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના લીધે્‌ ઘણા બધા લોકો પ્રભાવિત થયા છે એમાં પણ રાજકોટ અને જામનગર વદારે પ્રભાવિત થયાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.