Western Times News

Gujarati News

મીઠાના અગરોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું

ભાવનગર, ભાવનગરમાં ભાલ પંથકમાં પાળિયાદ, દેવળિયા,રાજગઢ અને માઢિયા સહિતના ગામોમાં ખેતરોમાં ભરાયેલા પાણી જે ઓસર્યા નથી અને તેના માટે જવાબદાર બન્યા છે મીઠાના અગરો. આ સમસ્યા આજની નહીં પરંતુ અહીંના ખેડૂતો દર વર્ષે વેઠી રહ્યા છે. વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પાણીની આવક થાય છે, આ પાણી ભાવનગરની ખાડીમાંથી થઈને દરિયામાં વહી જાય છે.

પરંતુ મીઠાના અગરો માટે બનાવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધક સાબિત થયા છે. દરિયામાં નદીના પાણીનો નિકાલ ન થતા પાણી ખેતરોમાં ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ભાલના સવાઇનગર, માઢીયા, સનેશ, પાળિયાદ, દેવળીયા, રાજગઢ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ઉભો પાક ધોવાઈ જાય છે.

આકાશી નજારામાં જાેઈ શકાય છે કે મીઠાના અગરો માટે બનાવવામાં આવેલા પાળાના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે. બીજીતરફ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે પરંતુ તે હાલ ઉપયોગમાં આવી નથી, બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીના મતે ખેડૂતો પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી કરી શકતા.

સામાન્ય રીતે ચોમાસુ અને તે સમયમાં આવતો વરસાદ ખેતીવાડી અને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે, પરંતુ આ વરસાદ ભાલ વિસ્તારમાં જાણે કે ખેડૂતો માટે આફત લાવતો હોય તેમ લાગી રહ્યું છે.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં છેલ્લા ૩ વર્ષથી પાણીના નિકાલની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ભાલ વિસ્તારમાં સૌરાષ્ટ્રની અનેક નદીઓના પાણી આવે છે અને તે અહીંથી ભાવનગરની ખાડીમાં થઇને દરિયામાં વહી જતા હોય છે.

છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં મીઠાના અગરો માટે બનેલા પાળાઓ પાણીની જાવક માટે અવરોધરૂપ બન્યા છે અને તેના કારણે આ પાણી દરિયાની બદલે ખુલ્લી જમીનોમાં ફેલાઈ જાય છે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે.

ભાલના સવાઇનગર, માઢીયા, સનેશ, પાળિયાદ, દેવળીયા, રાજગઢ સહિતના ગામોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે અને તેથી ખેડૂતોના ઉભા પાક ધોવાઈ જાય છે. ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ૩ વર્ષથી જાેવા મળે છે. આ વિસ્તારમાં એક તરફ નેશનલ હાઇવે બની રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.