Western Times News

Gujarati News

૯૫ વર્ષના દાદી ત્રણ જ માસમાં કાર ચલાવતા શીખ્યા

દેવાસ, મધ્ય પ્રદેશના દેવાસની દાદી રેશમ બાઇ તંવરને જે પણ જાેશે તે તેમના ફેન થઈ જશે. દાદી ખૂબ જ મોજથી કાર ચલાવે છે.

દાદી એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ ૯૫ વર્ષનાં છે. આ ઉંમરે તેમણે કાર ચલાવતી શીખી અને હવે પોતાના આ શોખને પૂરો કરતા તેઓ દેવાસના ખુલ્લા રસ્તો પર જાેઈ શકો છો. દાદી રેશમ બાઇને જે પણ વ્યક્તિ કાર ચલાવતા જુએ છે તે દંગ જ રહી જાય છે. રેશન બાઇનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્‌વીટ કરી તેમના ઉત્સાહને વધાર્યો છે.

દાદીના પરિવારે તેમના લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. ૧૦ વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેક્ટર ચલાવતા પણ શીખી ચૂક્યાં છે અને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરવામાં પણ માહેર છે. ઉંમરના આ પડાવ પર જ્યારે લોકો પોતાના છેલ્લા શ્વાસ ગણતા હોય છે ત્યારે દેવાસની રેશમ બાઇ નવા ઉત્સાહ સાથે જાેવા મળી રહ્યાં છે. તેમણે આ ઉંમરે પોતાનો શોખ પૂરો કર્યો છે.

૯૫ વર્ષની ઉંમરમાં તેમણે કાર ચલાવવી શીખી અને હવે ખુલ્લા રસ્તા પર ગાડી લઈને નીકળી પડે છે. રેશમ બાઇ દેવાસથી લગભગ ૮ કિલોમીટર દૂર બિલાવલીની રહેવાસી છે. તેમને કાર ચલાવવાનો શોક થયો તો પોતાની ઈચ્છા દીકરાને જણાવી.

દીકરાએ પણ તાત્કાલિક પોતાની માતાની ઈચ્છા પૂરી કરી. ઉત્સાહ એટલો હતો કે દાદીએ કાર ચલાવવાનું ત્રણ મહિનામાં શીખી લીધું અને હવે ગાડી ચલાવવામાં માહેર થઈ ગયા છે. જાેકે, તેમની ઉંમરના કારણે તેઓ ૨૦ કિલોમીટરથી વધારે કાર નથી ચલાવી શકતા. આ ઉપરાંત સાંકડા રસ્તાઓને બદલે મેઇન રોડ કે ફોર લેન હાઇવે પર જ કાર ચલાવવાનું પસંદ કરે છે.

આ પહેલા લગભગ ૧૦ વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેક્ટર ચલાવવાની શીખી ચૂકી છે. છેલ્લીવાર તેમણે ત્રણ દિવસ પહેલા બિલાવલીથી દેવાસ સુધી કાર ચલાવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે.

રેશમ બાઈ સમયથી સાથે ચાલી રહી છે. તેઓ એન્ડ્રોઇડ ફોન પણ ઓપરેટ કરે છે. દાદીનો વીડિયો જેવો વાયરલ થયો તો સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સુધી પહોંચી ગયો. તેમણે ટ્‌વીટ કરતાં લખ્યું કે, માતાએ અમને સૌને પ્રેરણા આપી છે કે પોતાની અભિરુચિ પૂરી કરવામાં ઉંમરનું કોઈ બંધન નથી હોતું. ઉંમર ભલે કેટલી પણ હોય, જીવન જીવવાનો ઉત્સાહ હોવો જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.