Western Times News

Gujarati News

બ્રિટીશની ૭ કંપનીએ નાદારી નોંધાવતા લાખો ઘરોમાં ગેસ પુરવઠો બંધ

નવીદિલ્હી, બ્રીટીશની ૭ કંપનીએ નાદારી નોંધાવતા લાખો ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ જવા પામ્યો છે. બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સિલેક્ટ કમિટીના સાંસદ જાેનાથન બ્રીયર્લીએ આ અંગે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો, છતાં ઉમેર્યુ હતું કે અમને લાગે છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો પર અસર થઈ શકે છે.

તેમણે ચેતવણી આપી હતી કે આ કટોકટી કામચલાઉ નથી. હાલમાં ૪૯ ગેસ કંપનીઓ છે. ઊર્જા કંપનીઓના ગજવામાં નાણા આવે તે માટે ભાવ ટોચ મર્યાદા વધારીને પ્રતિ કુટુંબ દીઠ ૧,૫૦૦ પાઉન્ડ કરી શકાય છે. આના લીધે કંપનીઓ ગેસ અને વીજળીના બિલમાં વર્ષે ૬૦૦ પાઉન્ડનો ઉમેરો કરી શકશે.

સપ્લાયરો ગ્રાહકોને હવે વર્ષના ૧,૯૦૦ પાઉન્ડનો ફિક્સ્ડ રેટ ઓફર કરી રહ્યા છે. આ ભાવ પહેલી ઓક્ટોબરની ટોચમર્યાદા ૧,૨૭૭ પાઉન્ડથી ૬૨૪ પાઉન્ડ વધારે છે. આગામી એપ્રિલમાં આ ટોચમર્યાદા સુધારીને ૧,૪૫૫ પાઉન્ડ કરવામાં આવનાર છે. આમ ૨૦૨૦ના ૮૫૦ પાઉન્ડ કરતાં આ રીતસરનો બમણો ભાવ છે.

ગેસના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાના લીધે યુકેની સાત ગેસ ફર્મ્સે નાદારી નોંધાવતા ૬૦ લાખ ઘરોના ગેસ પુરવઠા પર ભય સર્જાયો છે. યુકેમાં દર ચારે એક ગેસ વપરાશકાર એવી કંપનીના ગેસનો ઉપયોગ કરે છે જેણે બજારમાં ભાવની વધઘટ સામે જથ્થાબંધ ભાવને લઈને હેજિંગ કર્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.