Western Times News

Gujarati News

કિસાન નેતાઓ દ્વારા આજે ભારત બંધનું એલાન

નવી દિલ્હી, દેશમાં ત્રણ નવા કૃષિ કાયદા પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા યૂપીના મુઝફ્ફરનગરમાં યોજાયેલી મહાપંચાયત બાદ કિસાન નેતાઓની ગતિવિધિઓ અને પ્રવાસ સતત ચાલી રહ્યાં છે. આ કડીમાં આંદોલનકારી કિસાનોએ ૨૭ સપ્ટેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

આંદોલન સાથે જાેડાયેલા લોકોએ આ કથિત ભારત બંધની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ગુજરાત પર કિસાનોના બંધની અસર જાેવા મળશે તેવી શક્યતા નહિવત છે. કિસાન નેતાઓ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ભારત બંધ દરમિયાન સવારે છ કલાકથી સાંજે ૪ કલાક સુધી આંદોલન સાથે જાેડાયેલા લોકો દિલ્હી બોર્ડર સહિત તમામ રસ્તા પર ધરણા આપશે.

પરંતુ આ વખતે એક ફેરફાર થયો છે કે આંદોલન સ્થળ પર ગામથી કિસાનોને બોલાવવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે યૂપીના કિસાન અહીં આવશે નહીં કારણ કે તે પોત-પોતાના ક્ષેત્રમાં બંધનું આયોજન કરશે. ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યુ કે, ભાકિયૂએ સંપૂર્ણ તૈયારી સાથે બંધને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી છે.

બંધને સફળ બનાવવા માટે બધા જિલ્લામાં બેઠકો ચાલી રહી છે. કિસાન યુનિયને કાર્યકર્તાઓને બંધના દિવસે ચક્કા જામ કરવાનું કહ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓ પ્રમાણે પોલીસે આંદોલનકારી કિસાનોને હટાવવાની કાર્યવાહી કરી તો કિસાન જેલ જવાનું પસંદ કરશે પરંતુ રસ્તાઓ પરથી હટશે નહીં.

આ દરમિયાન ખાનગી ઓફિસ, શિક્ષણ સંસ્થા, દુકાનો અને વ્યાવસાયિક સ્થાનો બંધ રહેશે. બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સર્વિસને રોકવામાં આવશે નહીં. આ રીતે માલવાહક ટ્રકો અને ગાડીઓને દિલ્હીથી આવવા કે જવા દેવામાં આવશે નહીં. મ્દ્ભેં નેતા પ્રમાણે ભારત સરકાર જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પરત લેશે નહીં અને એમએસપી પર કાયદો બનાવશે નહીં ત્યાં સુધી તેનું આંદોલન યથાવત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.