Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાને ભારતની મહિલા ટીમે બે વિકેટથી હરાવ્યું

કેનબેરા, ભારતની મહિલા ટીમે ત્રીજી અને અંતિમ વડેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને ૨ વિકેટથી માત આપી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના આ ફોર્મેટમાં સતત ૨૬ મેચોથી સતત ચાલી રહેલા જીતનો સિલસિલો અટકી ગયો છે. India beat Australia by two wickets in third women’s one-day international

ભારતીય ટીમની જીતમાં ઓપનર યાસ્તિક ભાટિયા (૬૪ રન) અને શેફાલી વર્મા (૫૬ રન) ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. ઓસ્ટ્રેલિયા ટીમની જીતનો આ સિલસિલો ૨૦૧૮માં શરૂ થયો હતો. ઓસ્ટ્રેલિયાઇ ટીમ પહેલાં બે મુકાબલામાં જીત નોંધાવી પહેલાં જ સીરીઝ પોતાના નામે કરી ચૂકી હતી.

૨૬૫ રનોના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમને સ્મૃતિ મંઘાના (૨૨) અને શેફાલી વર્માએ ૫૯ રન ઉમેરીને ટીમ શાનદાર શરૂઆત અપાવી. એશલે ગાર્ડનરે એનાબેલ સદરલેંડના હાથમાં મંઘાનાને કેચ આઉટ કરાવીને ટીમને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ શેફાલી અને યાસ્તિકા વર્માએ બીજી વિકેટ માટે ૧૦૧ રનોની ભાગીદારી કરી ભારતને મજબૂત સ્થિતિ અપાવી. જાેકે ત્યારબાદ કંગારૂ ટીમે ૪૯ રનોની અંદર પાંચ ખેલાડીઓને આઉટ કરી મેચમાં વાપસી કરી લીધી છે.

પછી સ્નેહ રાણા (૩૦ રન) અને દીપ્તિ શર્મા (૩૧) એ સાતમી વિકેટ માટે ૩૩ રન ઉમેરીને ફરી એકવાર મેચમાં ભારતને મજબૂત સ્થિતિમાં મુકી દીધું. ૨૪૩ ના સ્કોર પર દિપ્તી અને ૨૫૯ રનોના સ્કઓર પર સ્નેહ રાણાના આઉટ થતાં મેચ ખૂબ રોમાંચક મોડ પર આવી પહોંચી. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે ચાર રનની જરૂર હતી. ઓવરમાં ત્રીજા બોલ પર ઝૂલન ગોસ્વામીએ ચોગ્ગો ફટકારી ભારતને યાદગાર જીત અપાવી હતી.

મેજબાની ટીમે ત્રીજી અને અંતિમ મહિલા વનડેમાં ૯ વિકેટ પર ૨૬૪ રનનો પડકારપૂર્ણ સ્કોર રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે ૨૫મી ઓવરમાં ચાર વિકેટ પર ૮૭ રન બનાવીને સંકટમાં હતી, પરંતુ એશલે ગાર્ડનર (૬૭) અને ગત મેચમાં સદી ફટકારનાર બેથ મૂની (૫૨) ની વચ્ચે ૯૮ રનોની ભાગીદારીના લીધે વાપસી કરવામાં સફળ રહી. તાહલિયા મૈક્ગ્રાએ પણ ૩૨ બોલમાં ૪૭ રનોની તાબડતોડ ઇનિંગ રમી.

ભારત માટે અનુભવી ફાસ્ટ બોલરો ઝૂલન ગોસ્વામીએ ૩૭ રન આપીને ૩, જ્યારે પૂજા વસ્ત્નાકરે ૪૬ રન આપીને ૩ વિકેટ ઝડપી. મૈકેમાં રમાયેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગનો ર્નિણય કર્યો હતો. ટીમમાં વાપસી કરી રહેલ રશેલ હેન્સ (૧૩) અને એલિસા હીલી (૩૫) એ પહેલી વિકેટ માટે ૮.૧ ઓવરોમાં ૪૧ રન ઉમેરી ટીમને સર્તક શરૂઆતી અપાવી.

બીજી વનડેમાં દિલ તોડનાર હાર બાદ ઝૂલને હેન્સને મિડ ઓફ પર કેચ કરાવીને ભારતને પહેલી સફળતા બતાવી. ચાર બોલ બાદ ઝૂલને કેપ્ટન મેગ લેનિંગ (૦) ને પણ વિકેટકીપર ઋચા ઘોષના હાથે કરાવી દીધો. એલિસા ત્યારબાદ અરન આઉટ થઇ, જ્યારે પોજાએ એલિસ પૈરી (૨૬) ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો આંચકો આપ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમ જાેકે ત્યારબાદ ગાર્ડનર અને મૂની બાદ ભાગીદારીના કારણે વાપસી કરવામાં સફળ રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.