Western Times News

Gujarati News

ચાંદખેડા વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

File

અમદાવાદ, અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. ઘાટલોડિયા, ચાંદલોડિયા, સોલા, ગોતા, થલતેજ, સતાધાર અને ચાંદખેડા સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે ૧ કલાકમાં ૧ ઈંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે ગોતા અને સાયન્સ સીટી તરફ પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાના મંદિર પાસે ઝાડ ધરાશાયી થયું છે.

જાે કે, ગઈકાલે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે સવારથી ફરી અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ પણ ૪ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આવતી કાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર અને આણંદ આ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાે કે, ભારે વરસાદને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. આ સાથે માછીમારોને ૪ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.