Western Times News

Gujarati News

હવે PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચાલશે ચીની કંપનીનુ 4G

કાશ્મીર,  ચીનની સરકારી કંપની ચાઈના મોબાઈલના પાકિસ્તાની વિંગ એટલે કે CMPak ને PoK અને ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તાર માટે 1800 MHz શ્રેણી વાળા કુલ 11.2 MHz 4G સ્પેક્ટ્રમ બેન્ડનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. આનુ એલાન 28 સપ્ટેમ્બરે કરવામાં આવ્યુ છે. Zong 4G ના નામથી સેવાઓ આપનારી ચીની કંપનીને આ કોન્ટ્રાક્ટ ભારતીય કિંમત અનુસાર લગભગ 114.18 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો.

આ 4G ટેલીકોમ નેટવર્ક ઠેકાના સહારે ચીને ભારત માટે મોટી ચિંતાનુ કારણ બનેલી CPEC પરિયોજનામાં પોતાની પકડ વધુ મજબૂત કરવાનો અવસર મળશે. ચીન આ દિવસોમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ હેઠળ ડિજિટલ સિલ્ક રૂટ પરિયોજના પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેમાં બીઆરઆઈ સાથે જોડાયેલા દેશોમાં ચીની નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ સુવિધાઓનુ તાણ વણાટ વધારવામાં આવી રહ્યુ છે.

અગાઉ PoK અને ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ટેલિકોમ નેટવર્કનો વેપાક પાક સેનાની દેખરેખમાં કામ કરનારી કંપની સ્પેશ્યલ કમ્યુનિકેશન ઓર્ગેનાઈઝેશનની જવાબદારી હતી. ભારે-ભરકમ રોકાણ અને મદદ છતાં SCOના ટેલિકોમ વેપારમાં કરોડો રૂપિયાના વાર્ષિક ઘટાડો થઈ રહ્યો હતો.

રોચક વાત એ છે કે પાકિસ્તાનની પહેલી મોબાઈલ નેટવર્ક કંપની Paktelને ખરીદીને 2007 થી દાખલ થયેલી ચાઈના મોબાઈલ લાંબા સમય સુધી નુકસાન ઉઠાવીને પણ કામ કરતી રહી. CMPak ના CEO વાંગ હુઆએ ચીની મીડિયા આપેલા સાક્ષાત્કારોમાં પણ આ વાત કરતા રહ્યા છે કે ZONG એ 2007થી 2017 સુધી કોઈ લાભ લીધા વિના પાકિસ્તાનમાં કામ કર્યુ પરંતુ 2018માં ઈમરાન ખાન સરકાર આવ્યા બાદ ચીની કંપની અને તેના વેપારનો પણ ભાગ્યોદય થઈ ગયો.

નુકસાન વેઠીને પણ પાકિસ્તાનમાં ટક્યા રહેવાના CMPakના વેપારી નિર્ણયની પાછળ ચીની સરકારની પણ મદદ હતી. વિસ્તારમાં ચાલી રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં ભાગીદારી બનાવી રાખવા માટે પોતાની કંપનીઓને ભરપૂર આર્થિક મદદ પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.