Western Times News

Gujarati News

ઉત્તરાખંડના માઉન્ટ ત્રિશુલ પર મોટી દુર્ઘટના, હિમસ્ખલનમાં 10 લાપતા

ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં માઉન્ટ ત્રિશુલ નામના પર્વત પર ચઢાઈ કરતી વખતે વાયુસેનાની એક ટુકડી સાથે મોટી દુર્ઘટના બની છે

આ ટીમ ચઢાઈ કરી રહી તે જ વખતે બરફ ધસી પડયો હતો. આ દુર્ઘટનામાં 10 પર્વતારોહી લાપતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. એ પછી એક રાહત ટીમને નહેરુ પર્વતારોહરણ સંસ્થાનમાંથી તાત્કાલિક માઉન્ટ ત્રિશુલ તરફ રવાના કરવામાં આવી છે.

વાયુસેનાની ટુકડી 15 દિવસ પહેલા 7120 મીટર ઉંચાઈ પર આવેલા ત્રિશૂલના શિખર પર આરોહણ કરવા માટે પહોંચી હતી. શુક્રવારે સવારે આ ટુકડી શિખર તરફ આગળ વધી રહી હતી ત્યારે હિમ સ્ખલન થતા આ ટુકડી તેમાં સપડાઈ ગઈ હતી.

લાપતા પર્વતારોહીઓને શોધવા માટે હેલિકોપ્ટરથી એક ટીમ રવાના કરવામાં આવી છે. માઉન્ટ ત્રિશુલ પર ત્રણ પર્વતોના શિખર એકઠા થાય છે અને તેટલા માટે જ તેને ત્રિશુલ નામ આપવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.