Western Times News

Gujarati News

મ્યાનમારથી ૧૫ હજારથી વધુ લોકોએ ભારતમાં પ્રવેશ કર્યો

ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે મહાસભાની બેઠક દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે મ્યાનમારમાં બળવા બાદ અત્યાર સુધી ૧૫૦૦૦ કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે.

પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યુ કે મ્યાનમારના સીમાવર્તી ક્ષેત્રોમાં સૈન્ય ટકરાવના કારણે થાઈલેન્ડ, ચીન અને ભારત પર અસર પડી છે અને સીમાવર્તી વિસ્તારમાં જાતીય સંઘર્ષ શરૂ થઈ ગયો છે, જે ચિંતા વધારનારો છે.

મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો અને લઘુમતીઓ પરના એક રિપોર્ટમાં ગુટેરસે કહ્યુ કે એક ફ્રેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમારમાં ત્રણ લાખ ૩૬ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ બે લાખ ૨૦ હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૫ હજારથી વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં આવ્યા છે તો લગભગ સાત હજાર લોકો થાઈલેન્ડ જઈ ચૂક્યા છે.

ચોંકાવનારી વાત એ છે કે મ્યાનમાર ભારતની સાથે લગભગ ૧૬૦૦ કિલોમીટરની કોઈ વાડ વિનાની સીમા શેર કરે છે, જ્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા નથી. આ સિવાય બંગાળની ખાડીમાં એક સમુદ્રી સીમા મ્યાનમાર સાથે જાેડાયેલી છે. ઉત્તર-પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ ની સરહદ પણ મ્યાનમારની સાથે મળે છે.

ગુટેરસે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે સેના દ્વારા સત્તામાં આવ્યા બાદથી આંગ સાન સૂ અને અન્ય નેતાઓની ધરપકડ કરી છે અને ૨૦૧૫માં રાષ્ટ્રવ્યાપી યુદ્ધવિરામ કરાર હેઠળ આવનાર ક્ષેત્રોની સાથે સમગ્ર મ્યાનમારમાં તણાવ વધી ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.