Western Times News

Gujarati News

સપ્ટેમ્બરમાં ૮૫ લાખ લોકોને રોજગારી મળી

નવી દિલ્હી, કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયા બાદ સરકારનુ જીએસટી કલેક્શન વધ્યુ છે તો બીજી તરફ રોજગારી મોરચે પણ રાહતની ખબર મળી રહી છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જણાવાયા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ૮૫ લાખ લોકોને રોજગાર મળ્યો છે અને તેના કારણે બેકારી દર ઘટીને ૬.૯ ટકા થઈ ગયો છે.

સંસ્થાના એમડી મહેશ વ્યાસે કહ્યુ હતુ કે, સપ્ટેમ્બર મહિના દરમિયાન નોકરીઓમાં વધારો થયો છે. ઓગસ્ટમાં બેકારી દર ૮.૩ ટકા હતો. જે હવે ઘટીને ૬.૯ ટકા થયો છે. છેલ્લા ૨૦ મહિનામાં બેકારી દર સૌથી ઓછો છે. રોજગારીમાં વધારામાં સૌથી સારૂ પાસુ એ છે કે, પગાર પરની નોકરીઓમાં વધારો થયો છે. ઓગસ્ટમાં આવી નોકરીઓ ૭.૭૧ કરોડ હતી. જે સપ્ટેમ્બરમાં વધીને ૮.૪૧ કરોડ થઈ ચુકી છે. તમામ સેક્ટરમાં સેલેરાઈડ ક્લાસની નોકરીઓમાં વધારો થયો છે.

સાથે સાથે ડેલી વર્કર્સની રોજગારીમાં પણ ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરમાં તે ૫.૫ મિલિયન વધીને ૧૩૪ મિલિયન પર પહોંચ્યો છે. જાેકે ખેતીથી જાેડાયેલી રોજગારીમાં ઘટાડો થયો છે. આવી રોજગારી ઓગસ્ટમાં ૧૧૬ મિલિયન હતી. જે હાલમાં ઘટીને ૧૧૩.૬૦ મિલિયન રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.