Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના ૧૪ નવા કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. રાજ્યમાં આજે ૧૪ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૨ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૬૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચી ચુક્યો છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે કુલ ૫,૬૫,૭૪૭ રસીના ડોઝ ગુજરાતના નાગરિકોને આપવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં કુલ ૧૭૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૩ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૬૯ નાગરિકો સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૬૨ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યા છે. જ્યારે ૧૦૦૮૨ નાગરિકો કોરોનાની સામે હારી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ ૬, સુરત કોર્પોરેશન ૪, ભાવનગર, સુરત, વડોદરા અને વલસાડમાં ૧-૧ કેસ સામે આવ્યા છે.

જાે કે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થકેર વર્કર્સ પૈકી ૨૭ ને પ્રથમ જ્યારે ૨૮૬૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૭૭૭૩ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૪૫૦૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧,૪૯,૬૦૧ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૭૦૯૭૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ ૫,૬૫,૭૪૭ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૬,૨૦,૧૦,૧૦૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.