Western Times News

Gujarati News

ઐશ્વર્યાને જાેઈને ઇર્ષ્યા થતી હોવાની સ્પર્ધકની કબૂલાત

મુંબઈ, ટીવીના લોકપ્રિય શૉ કોન બનેગા કરોડપતિની અત્યારે ૧૩મી સીઝન ચાલી રહી છે. અન્ય સીઝનની જેમ આ સીઝન પણ અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. લોકોને આ કાર્યક્રમ જાેઈને સામાન્ય જ્ઞાન તો મળે જ છે, સાથે સાથે અમિતાભ બચ્ચન સાથેની કન્ટેસ્ટન્ટની મજાક મસ્તી અને વાતો સાંભળવાની પણ મજા પડે છે.

શૉમાં આવીને કન્ટેસ્ટન્ટ્‌સને પણ અમિતાભ બચ્ચનને મળવાની તક મળે છે, માટે તેઓ બોલિવૂડના શહેનશાહને પોતાના દિલની વાત કરતા હોય છે. કૌન બનેગા કરોડપતિના મેકર્સે તાજેતરમાં જ પ્રોગ્રામનો એક પ્રોમો જાહેર કર્યો છે. અપકમિંગ એપિસોડમાં હોટ સીટ પર એક એવી કન્ટેસ્ટન્ટ આવશે જેણે હોસ્ટ અમિતાભ બચ્ચનને કહ્યું કે, તેમને અમિતાભ બચ્ચનની વહુ રાણી એશ્વર્યા રાયની ઈર્શ્યા છે.

અમિતાભ પણ આ વાત સાંભળીને ચોંકી ગયા અને હાથ જાેડીને કન્ટેસ્ટન્ટને આની પાછળનું કારણ પણ પૂછ્યું. હોટ સીટ પર દિવ્યા સહાય બેઠા હતા. દિવ્યા સહાય અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવે છે અને ફિલ્મો પણ ખૂબ જુએ છે.

અમિતાભ તેમની વાત સાંભળીને ખુશ થઈ જાય છે. આ એપિસોડ ૬ ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. અમિતાભ બચ્ચન જ્યારે દિવ્યાને એશ્વર્યાથી ઈર્ષ્યા કરવાનું કારણ પૂછે છે તો દિવ્યા જણાવે છે કે, ૧૦૦ વર્ષમાં આટલી સુંદર કોઈ છોકરીનો જન્મ થાય છે. બાકી હિરોઈનો કરતા વધારે સારી તો હું લાગુ છું.

હું કેમ હિરોઈન નથી બની શકતી? આ સાંભળીને અમિતાભ બચ્ચન તેમને કહે છે કે, શક્ય છે કે તમે પણ અભિનેત્રી બની જાઓ. બિગ બીની વાત સાંભળીને દિવ્યા કહે છે કે, તમારા મોઢામાં ઘી, સાકર, લાડુ, તમને જે ભાવતુ હોય તે બધું જ. આ અઠવાડિયાના શાનદાર શુક્રવાર એપિસોડમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝાની જાેડી મહેમાન તરીકે આવશે. મેકર્સે આ એપિસોડનો પ્રોમો પણ જાહેર કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.