Western Times News

Gujarati News

ઇન્કમટેક્સ વિભાગે બિનજાહેર વિદેશી બેન્ક ખાતાઓમાંથી ૧૦ કરોડ ડોલરની સંપત્તિ પકડી

31st July 2022 last day for Incometax filing

મુંબઇ, સીબીડીટીએ જણાવ્યું હતું કે, એક દાયકા દરમિયાન આ રકમ સ્વિટ્‌ઝરલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત, મલેશિયા અને અન્ય ઘણા દેશોની બેન્કોના ખાતામાં જમા થઇ હતી. આઈટી રેડ દરમિયાન બે કરોડ રૃપિયાની રોકડ અને આભૂષણ જપ્ત કરવામાં આવ્યા હતાં તથા ૫૦ બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા હતાં. આ ઉદ્યોગ જૂથોે, વ્યક્તિઓએ દુબઇ સ્થિત એક ફાઇનાન્શિયલ ર્સિવસ પ્રોવાઇડરની ર્સિવસનો ઉપયોગ કરીને વિદેશમાં નાણાં મોકલતા હતા.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં મુંબઈ, નોઇડા અને કેટલાક અન્ય સ્થાનો ઉપર ઔદ્યોગિક ગૃહો પર મારેલા છાપામાં મોટી સંખ્યામાં બિનજાહેર વિદેશી બેન્ક ખાતાઓ અને એસેટ્‌સનો પર્દાફાશ કર્યો છે તેમ સીબીડીટીએ જણાવ્યું હતું.મુંબઈ, પૂણે, નોઇડા અને બેંગ્લુરૃ ખાતેના ૩૭ સ્થળે દરોડા પાડીને આઇટીએ બિનજાહેર વિદેશી બેન્ક ખાતાઓમાંથી ૧૦ કરોડ ડોલરની સંપત્તિ પકડી પાડી હતી.

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૩૦ સપ્ટેમ્બરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન આઈટી ડિપાર્ટમેન્ટને ઘણા આપત્તિજનક દસ્તાવેજાે, ડાયરી, ઇ-મેલ અને અન્ય ડિજિટલ પુરાવા પ્રાપ્ત થયા છે જે વિદેશમાં મોટી સંખ્યામાં બેન્ક ખાતાઓ તથા ઇમમૂવેબલ એસેટ્‌સની માલિકીનો સંકેત આપે છે. અને આ તમામ સંપત્તિઓની જાણકારી આઈટી વિભાગને આપવામાં આવી ન હતી.

નોંધનીય છે કે, કેબલ મેન્યુફેક્ચરિંગ, વસ્ત્ર, પ્રિન્ટિંગ મશીનરી, હોટેલ, લોજિસ્ટિક્સ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા ઉદ્યોગ જૂથો અને લોકો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.