Western Times News

Gujarati News

કુલભૂષણને વકીલ નિયુક્ત કરવા વધુ સમય અપાયો

નવી દિલ્હી, મોતની સજા મેળવલા કુલભૂષણ જાધવ માટે રાહતભર્યા સમાચાર છે. પાકિસ્તાની કોર્ટે મોતની સજા મેળવેલા કુલભૂષણ જાધવને મોટી રાહત આપતા વકીલ નિયુક્ત કરવા માટે ભારતને વધુ સમય આપ્યો છે. ૫૧ વર્ષીય ઈન્ડિયન નેવીના રિટાયર અધિકારી કુલભૂષણ જાધવને એપ્રિલ ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં પાકિસ્તાની સૈન્ય કોર્ટે મોતની સજા સંભળાવી હતી.

જે બાદ ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસથી પાકિસ્તાનનો ઈનકાર અને મોતની સજાને પડકાર આપતા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય એટલે કે આઈસીજેનો દરવાજાે ખખડાવ્યો હતો. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આઈસીજેએ જુલાઈ ૨૦૧૯માં એક ર્નિણય આપ્યો. જેમાં પાકિસ્તાનને કહેવામાં આવ્યો કે તેઓ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપે અને તેમની સજાની સમીક્ષા પણ સુનિશ્ચિત કરે.

૫ ઓક્ટોબરે ઈસ્લામાબાદ હાઈકોર્ટના ત્રણ જજની બેન્ચે જાધવ માટે એક વકીલ નામાંકિત કરવાના સંબંધમાં કાનૂન મંત્રાલય દ્વારા મામલાની સુનાવણી કરી. પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કોર્ટને જણાવ્યુ કે ૫ મે એ પસાર એક આદેશમાં અધિકારીઓ સાથે વકીલની નિયુક્તિ માટે ભારત સાથે સંપર્ક કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. તેમણે કોર્ટને સૂચિત કર્યુ કે ભારતને સંદેશ આપવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કોર્ટને જણાવ્યુ કે ભારત એક અલગ રૂમમાં જાધવ સાથે કોન્સ્યુલર એક્સેસ ઈચ્છે છે પરંતુ તેને ભારતીય પ્રતિનિધિઓની સાથે એકલા છોડવાનુ જાેખમ ઉઠાવવામાં આવી શકતુ નથી.

ખાનનો દાવો છે કે પાકિસ્તાન આઈસીજેની સમીક્ષા અને પુનર્વિચારના ર્નિણયને લઈને પ્રયત્ન કરી રહ્યુ છે પરંતુ ભારત માર્ગમાં અવરોધરૂપ છે. વકીલની નિયુક્તિને લઈને ખાનનુ કહેવુ છે કે ભારત બહારથી વકીલ નિયુક્ત કરવા ઈચ્છે છે પરંતુ અમારો કાયદો આની પરવાનગી આપતુ નથી અને ભારત પણ પોતાના ક્ષેત્રમાં એવુ જ કરે છે.

ચીફ જસ્ટિસ મિનલ્લાહે કહ્યુ કે પાકિસ્તાન આઈસીજેના ર્નિણયને લાગુ કરવા ઈચ્છે છે. એવામાં શુ તેમને વધુ એક તક આપવી શ્રેષ્ઠ સાબિત નહીં થાય, જેનાથી તેઓ કોર્ટની સામે પોતાની આપત્તિઓ રાખી શકે.

સમીક્ષાના મુદ્દે કોઈ પ્રગતિ થઈ નથી કેમ કે ભારતે એક સ્થાનિક વકીલને નિયુક્ત કરવાથી ઈનકાર કરી દીધો છે. ભારતે પાકિસ્તાનને માગ કરી છે કે એક ભારતીય વકીલને કોર્ટમાં જાધવનુ પ્રતિનિધિત્વ કરવા દેવામાં આવે. ભારતે પાકિસ્તાનને જાધવના મુદ્દે સમીક્ષાની સુવિધા માટે લેવામાં આવેલા બિલની ખામીઓને દુર કરવાનુ કહ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.