Western Times News

Gujarati News

રેલવેના ૧૧.૫૬ લાખ કર્મીને ૭૮ દિવસનું બોનસ અપાશે

નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવાને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, ગણતરીના આધાર પર ૭૨ દિવસનું બોનસ આપવામાં આવે છે, પરંતુ આ વખતે છ દિવસનું વધારાનું બોનસ મળશે. એટલે કે નોન ગેઝેટેટ કર્મીઓને કુલ ૭૮ દિવસનું બોનસ મળશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પ્રમાણે તેનો ફાયદો ૧૧ લાખ ૫૬ હજારથી વધુ કર્મચારીઓને મળશે. આ ર્નિણયથી સરકારને ૧૯૮૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, અતિ વિષમ પરિસ્થિતિઓ છતાં સરકારે બોનસ આપવાનો ર્નિણય કર્યો છે.

આ સિવાય અનુરાગ ઠાકુરે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી સાથે જાેડાયેલા ર્નિણયની પણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, પીએમ મિત્ર યોજનાને લોન્ચ કરવામાં આવશે. તેમાં પાંચ વર્ષમાં ૪૪૪૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારની આશા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, તેનાથી રોજગારની તક પણ વધશે.

પીએમ મિત્ર યોજનામાં ૭ મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીઝનલ એન્ડ અપેરલ પાર્ક તૈયાર થશે. તો કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા ર્નિણયની જાણકારી આપતા જણાવ્યુ કે, તેનાથી ૭ લાખ લોકોને પ્રત્યક્ષ અને ૧૪ લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારની આશા છે. તેમણે જણાવ્યું કે, આ યોજનાને લઈને ૧૦ રાજ્યોએ ઈચ્છા દર્શાવી છે. રાજ્યો વચ્ચે એક પારદર્શી સ્પર્ધા થશે.

તેમાં જાેવામાં આવ્યું કે ક્યુ રાજ્ય આપણે સારી સુવિધા આપશે, જેને જાેયા બાદ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. પીયૂષ ગોયલે જણાવ્યુ કે, એન્કર રોકાણકારોને રાહત આપવામાં આવશે. તેનું પ્લાનિંગ સારી રીતે કરવામાં આવશે. મેડિકલ ફેસિલિટીઝ, હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ વગેરેની સુવિધા આપવાની પણ યોજના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.