Western Times News

Gujarati News

પંજાબ સીએમે ૨૫ કિમીની યાત્રા માટે હેલિકોપ્ટર વાપર્યું

ચંદિગઢ, નેતાઓના વૈભવી ઠાઠ માઠ રાજા મહારાજાઓને ઝાંખા પાડે તેવા હોય છે. આવા જ એક કિસ્સામાં પંજાબના સીએમ ચન્નીએ માત્ર ૨૫ કિલોમટીરની મુસાફરી કરવા માટે પણ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આજે ચન્ની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. દિલ્હી આવવા માટે તેમણે એરપોર્ટ પરથી ચાર્ટર્ડ ફ્લાઈટ પકડવાની હતી.

તેમના મોહાલી ખાતેના નિવાસ સ્થાનથી એરપોર્ટ માત્ર ૨૫ કિલોમીટર દુર હતુ. જાેકે આ માટે પણ ચન્નીએ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. તેઓ હેલિકોપ્ટરમાં એરપોર્ટ પહોંચ્યા હતા અને્‌ બાદમાં દિલ્હી જવા રવાના થયા હતા.

સીએમ કાર્યાલયનુ કહેવુ છે કે, ગઈકાલે રાત્રે આઠ વાગ્યે ચન્નીએ અમિત શાહને મળીને પાછુ આવવાનુ હતુ અને એટલા માટે ચાર્ટર્ડ પ્લેન ભાડે લેવામાં આવ્યુ હતુ. તેમની પાસે સમય ઓછો હતો એટલે પ્લેન સુધી પહોંચવા માટે તેમણે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પંજાબની ગત ચૂંટણીમાં હેલિકોપ્ટરનો મુદ્દો ચગ્યો હતો. સરકારી હેલિકોપ્ટરના ઉપયોગને લઈને વિવાદ બાદ કોંગ્રેસે પોતાના ચૂટંણી ઢંઢેરામાં વચન આપ્યુ હતુ કે, ઈમરજન્સી સિવાયના કિસ્સામાં સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં નહીં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.