Western Times News

Gujarati News

મોંઘી ટિકિટ છતાં યોગ્ય સુવિધા ન મળતાં ફરિયાદ

લંડન, યુનાઇટેડ કિંગ્ડમના લંડનમાં રહેનાર એક વ્યક્તિ બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ફર્સ્‌ટ ક્લાસની સુવિધાઓ જાેઈને ભડકી ગયો. તેની ફરિયાદ તેણે બ્રિટિશ એરવેઝને ઈમેલ કરીને કરી પરંતુ તે એરવેઝના જવાબથી સંતુષ્ટ થયો નહીં. ત્યારબાદ તે વ્યક્તિએ ફ્લાઇટની અંદરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

શખ્સનો આરોપ છે કે તેની પાસે ટિકિટના વધુ પૈસા વસૂલવામાં આવ્યા પરંતુ તેને તેવી સુવિધા આપવામાં આવી નહીં. રિપોર્ટ પ્રમાણે જારવિસ માર્કોસે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટની ફર્સ્‌ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની ગર્લફ્રેન્ડ કમારા હાર્ડિંગની સાથે મેક્સિકોથી લંડનની યાત્રા કરી. તેનું કહેવું છે કે ફ્લાઇટમાં એટલી ખરાબ સર્વિસ અને વ્યવસ્થા તેણે આજ સુધી જાેઈ નથી. માર્કોસે જણાવ્યું કે, તે ૧૧ કલાક સુધી ફ્લાઇટમાં હતો.

આ દરમિયાન તેનો અનુભવ ખરાબ રહ્યો. બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં સીટ ની પાસે એર-કોનમાંથી પાણી ટપકી રહ્યું હતું. શખ્સે જણાવ્યું કે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટની ફર્સ્‌ટ ક્લાસની એક ટિકિટ માટે તેની પાસે ૪ હજાર યૂરો એટલે કે ૩ લાખ ૪૫ હજાર ૯૮૦ રૂપિયા લેવામાં આવ્યા. પરંતુ તેને વીઆઈપી સુવિધા ન મળી. ફ્લાઇટમાં જે સીટ પર તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠેલી હતી તે ફાટેલી હતી.

માર્કોસે કહ્યું કે, ફ્લાઇટમાં ભોજન માતે તેની પાસે ૧૫૦ યૂરો એટલે કે આશરે ૧૨ હજાર ૯૭૪ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો પરંતુ તેને બળી ગયેલું ભોજન મળ્યું. આ સિવાય ટ્રે ટેબલ પણ સાફ ન હતી. મહત્વનું છે કે આ વર્ષે બ્રિટિશ એરવેઝની માલિક ઇન્ટરનેશનલ એરલાયન્સ ગ્રુપ કંપનીએ જાણકારી આપી હતી કે કોરોના મહામારી દરમિયાન તેને ખુબ નુકસાન થયું. તેને વાર્ષિક ૬.૮ બિલિયન યૂરો એટલે કે ૫૮ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.