Western Times News

Gujarati News

ક્રાંતિકારી માહોલ પેદા કરી ૨૦૨૨માં ભાજપને મૂળથી ઉખાડી નાંખીશુંઃ મેવાણીનો સંકલ્પ

અમદાવાદ, કોંગ્રેસમાં જાેડાયા બાદ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા સમયે જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આંકરા પ્રહારો કર્યા હતા. જીગ્નેશ મેવાણીએ એમ પણ જણાવ્યું હતું કે, તે ટેકનીકલ કારણોસર વિધિવત રીતે કોંગ્રેસમાં નથી જાેડાયા.

આગામી દિવસોમાં હું ઔપચારી રીતે સભ્યપદ મેળવીશ.જીગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જાેડાવાને લઈને કોંગ્રેસને નવુ બળ મળશે. હાર્દિક પટેલે પણ જીગ્નેશ મેવાણીનું સ્વાગત કર્યું હતું. હવે ગુજરાત કોંગ્રેસની પાસે બે મોટા આંદોલનકારી નેતા છે. જેમાં હાર્દિક અને જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ધારસભ્ય જીગ્નેશ મેવાણીનું સ્વાગત કર્યું હતું.

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા ૨૫ વર્ષના સાશનમાં આપણે જાેયું કે, ૨-૪ મોટી કંપનીઓને બાદ કરતા ગુજરાતની જે સામાન્ય જનતા છે તેનો કોઈ વિકાસ થયો નથી. ચૂંટણી જીતવાથી તમે સાચો અને સારો વિકાસ કરો છો તે શાબિત થતું નથી. આજે ગુજરાતમાં સેંકડો હજારોની સંખ્યામાં નાની ઇન્ડસ્ટ્રી બંધ પડી છે.

બેરોજગાર યુવાનોની સામે ઉજ્જવળ ભવિષ્ય નથી. ગુજરાતના ૫૦ લાખ દલિત, ૧૫% આદિવાસી સમાજ જે ર્ંમ્ઝ્ર સમાજ છે તે હાંસિયામાં ધકેલાયેલા છે. તેમને વાઈબ્રન્ટ ગુજરાતના વિકાસમાં કશું જ મળ્યું નથી.

આ તમામ ગરીબ લોકોની લડાઈ લડવા માટે હું આ વિચાર સાથે જાેડાયો છું. મને આશા છે કે, શહીદ ભગતસિંહ, સરદાર પટેલ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સપનાના ભારતનું નિર્માણ અમે સાથે મળીને, સંગઠિત થઇને અને આંદોલન કરીને કરીશું.

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સવાલ ખેત મજૂરોનો હોય, માલધારીઓનો હોય, અગરિયાઓનો હોય, બેરોજગાર યુવાનોનો હોય, ફિક્સ પગારના કર્મચારીઓનો હોય, ફેક્ટરીના મજૂરોનો હોય, દલિત આદિવાસીનો હોય કે પછી મહિલાઓનો હોય. આ તમામ અવાજાેનો સરવાળો કરીને એક ક્રાંતિકારી માહોલ પેદા કરીને ૨૦૨૨ની ચૂંટણીમાં અમે ૧૦૦% બંધારણમાં નહીં માનનાર અને અમે મનુસ્તુતિમા માનીએ છીએ એવું છડે ચોક કહેનારા ભાજપને મૂળથી ઉખાડી નાંખવાનો આજે અમે સંકલ્પ લઈએ છીએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.