Western Times News

Gujarati News

નડીયાદ તથા આજબાજુમાં થયેલ ટુ-વ્હીલર ચોરીઓનો ભેદ ઉકેલાયો

મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી નડીયાદ ટાઉન પોલીસ

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના ઇ.નાયબ પોલીસ અધિક્ષક કે , જી.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે . નાઓએ નડીયાદ ટાઉન પો.સ્ટેશનના પો.સ.ઇ એચ.જે.રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નડીયાદ ટાઉન પો.સ્ટેમાં દાખલ થયેલ મિલકત સબંધી ગુનાઓના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મો.સા તથા આરોપીને શોધી કાઢવા જરૂરી સુચના કરેલ

જે આધારે ગુનાવાળી જગ્યાની આસ પાસ તપાસ કરતાં મળી આવેલ સી.સી.ટી.વી ફુટેજ આધારે ફુટેજમાં દેખાતાં ઇસમની તપાસમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો કો દશરથભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે એક શરીર કાળા લરનું અડધી બાંયનું ટી – શર્ટ તથા ભુરા ક્લેરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જેની પાસે ચોરીનું મો.સા છે

જે બાતમી આધારે નડીયાદ સંતરામ આંખની હોસ્પીટલ પાસેથી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ અને આરોપીની પુછ પરછ દરમ્યાન પોતે આજથી આશરે બે મહિનાથી નડીયાદ શહેરના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મો.સા તથા એક્ટીવાની ચોરી કરેલાની કબુલતા કરેલ છે .

પકડાયેલ આરોપી ( ૧ ) સલીમીંયા રસુલીંયા મલેક મુળ રહે.વાલ્લાં વાઘેશ્વરી લાટ ખેતરમાં તા.નડીયાદ જી.ખેડા હાલ રહે . કમળા ચોકડી જય હિન્દ લાકડાના પીઠામાં તા.નડીયાદ જી.ખેડા શોધાયેલ ગુનાઓની વિગત મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.