Western Times News

Gujarati News

બે દિવસની અભૂતપૂર્વ તેજી બાદ શેરબજારમાં આંશિક સુધાર થયો

મુંબઇ : શેરબજારમાં આજે વધારે કોઈ ફેરફારની સ્થિતિ જાવા મળી ન હતી. બે દિવસની અભૂતપૂર્વ તેજી રહ્યા બાદ આજે બેંચમાર્ક ઇન્ડેક્સમાં નજીવા ફેરફારની  સ્થિતિ જાવા મળી હતી. બીએસઈ સેંસેક્સ માત્ર સાત પોઇન્ટ સુધરીને ૩૯૦૯૭ની સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે એસબીઆઈના શેરમાં સૌથી વધુ ૩.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેશન દરમિયાન ઇન્ડેક્સમાં ઇન્ટ્રાડેની ઉંચી અને નીચી સપાટી ક્રમશઃ ૩૯૩૦૬ અને ૩૮૯૧૩ રહી હતી. ૩૦ કંપનીઓ પૈકીના ૧૫ શેરમાં તેજી અને બાકીના ૧૫ શેરમાં મંદી રહી હતી.

બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૪ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૮૦ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૩ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૩૫૮૮ રહી હતી. એનએસઈમાં બેંચમાર્ક નિફ્ટીમાં ૧૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૮૮ રહી હતી. સેક્ટરલ આઈટીના શેરમાં સૌથી વધારે તેજી રહી હતી.

એફએમસીજી અને ફાર્મા કાઉન્ટરો ઉપર પણ તેજી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૩૩૮ રહી હતી. નિફ્ટી બેંકમાં ૩૮૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૦૧૮૩ બોલાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં આજે પાંચ ટકાનો સુધારો જાવા મળ્યો હતો. કારોબારના અંતે તેના શેરમાં ૩.૨૨ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૭૮.૫૫ નોંધાઈ હતી. શેરબજારમાં બે દિવસની તેજીના કારણે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી.

છેલ્લા બે દિવસના ગાળામાં તેમા રેકોર્ડ ઉછાળો આવ્યો છે. સેંસેક્સમાં બે દિવસના ગાળામાં ૩૦૦૦ હજાર પોઇન્ટનો ઉછાળો આવી ચુક્યો છે જે દર્શાવે છે કે, બજારમાં દિવાળી જેવો માહોલ છવાયેલો છે. આર્થિક ગ્રોથને વધારવા માટે શ્રેણીબદ્ધ પગલા જાહેર થઇ ચુક્યા છે. બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૩૫૨૧૩.૦૩ કરોડ રૂપિયા વધી જતાં બે કારોબારી સેશનમાં માર્કેટ મૂડી ૧૪૮૮૯૬૫૨.૪૪ કરોડ થઇ છે.

ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે બેંચમાર્ક બીએસઈ સેંકેસ્કસ ૧૦૭૫ પોઇન્ટ અથવા તો ૨.૮૩ ટકા વધીને ૩૯૦૯૦ની સપાટીએ રહ્યો હતો.વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૧૯૩ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. જા કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ફિસ્કલ રાહતના પગલા બાદ તેજીનો માહોલ હવે જાવા મળે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.