Western Times News

Gujarati News

મીરા ચોપરાને ઈન્ટીરિયર ડિઝાઈનરે તેના ઘરથી કાઢી મૂકી

મુંબઈ, પ્રિયંકા ચોપરાની કઝીન બહેન મીરા ચોપરા અત્યારે સમાચારોમાં છવાયેલી છે. આ વખતે તે કોઈ ફિલ્મ માટે નહીં પણ તેના દ્વારા ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી એક એફઆઈઆરના કારણે ચર્ચામાં છે. મીરા ચોપરાએ પોતાના ઈન્ટીરિયર ડિઝાઈનર પર ચીટિંગનો આરોપ મૂક્યો છે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

મીરાએ ટિ્‌વટ કરીને આ વાતની જાણકારી આપી છે અને સાથે જ શહેરમાં એકલી રહેતી મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ઉભો કર્યો છે. મીરા ચોપરાએ પોતાની ટિ્‌વટમાં સીએમઓ મહારાષ્ટ્ર, સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને પણ ટેગ કર્યા છે. મીરાએ લખ્યું છે કે, જાે કોઈ યુવતી શહેરમાં એકલી રહે છો તો કોઈ પણ સ્થિતિમાં તેની મદદ કરવી જાેઈએ.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો મીરા ચોપરાએ મુંબઈ શહેરના અંધેરી વિસ્તારમાં પોતાના માટે નવું ઘર ખરીદ્યુ હતું. તેણે આ ઘરને રિડીઝાઈન કરવા માટે ઈન્ટીરિયર ડિઝાઈનર રાજિંદર દીવાનને હાયર કર્યો હતો. ઈન્ટીરિયર ડિઝાઈનિંગ માટે ૧૭ લાખ રુપિયાની ડીલ કરવામાં આવી હતી, પરંતુ અધવચ્ચે મીરાએ શૂટિંગ માટે બનારસ જવુ પડ્યુ હતું.

બનારસ જતા પહેલા મીરા ચોપરાએ ૫૦ ટકા એડવાન્સ રકમ આપી દીધી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે મીરા જ્યારે શૂટિંગ પરથી પાછી ફરી તો તેણે જાેયું કે ઘરમાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ગુણવત્તા ઘણી જ ખરાબ હતી. મીરાએ ઈન્ટીરિયર ડિઝાઈનરને જ્યારે આ વાત જણાવી તો તેણે ત્યાં કામ કરી રહેલા કારીગરોની સામે જ અસભ્ય ભાષામાં વાત કરી.

મીરાએ આરોપ મૂક્યો કે, તેણે મારા જ ઘરમાંથી મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. તેણે મને ધમકી આપી કે વર્ક્‌સ કામ કરવાનું બંધ કરી દેશે.

આ ઘટના પછી મીરા ચોપરાએ કલમ ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૯ અંતર્ગત કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મીરા ચોપરાએ દિલ્હી પોલીસ પાસે એક ઘટના બાબતે મદદ માંગી હતી. તેણે જણાવ્યુ હતું કે દિલ્હીમાં તેના પિતાને પોલીસ કોલોનીમાં જ છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા હતા. મીરાની ટિ્‌વટ વાંચીને પોલીસે કાર્યવાહી કરી અને મીરાએ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.