Western Times News

Gujarati News

ગુજરાત સરકાર બે કરોડની ગ્રાન્ટ આપશેઃ ચોમાસામાં રસ્તાઓ તૂટી જવાની સમસ્યા

પ્રતિકાત્મક

શહેરી વિસ્તારોના ધારાસભ્યોને રસ્તાના કામો માટે ગ્રાન્ટ આપશે

અમદાવાદ, રાજ્યભરમાં થોડો વરસાદ પડતાં જ રસ્તાઓ પર મોટા-મોટા ગાબડાં પડી જવાની સમસ્યા વર્ષો જૂની છે. વળી, આ રસ્તાઓ યોગ્ય રીતે રિપેર કરવાને બદલે તેના પર માત્ર થિગડાં મારી દેવામાં આવે છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં તો વારે-તહેવારે રોડ પર ગાબડાં પૂરવામાં આવતા હોવાના દ્રશ્યો જાેવા મળે છે.

ત્યારે હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો ર્નિણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા ૩૫ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ ર્નિણય કર્યો છે.
ચોમાસામાં થોડો ઘણો વરસાદ પડતાં જ રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ જાય છે, જેને પગલે દર વર્ષે ચોમાસા બાદ રોડનું સમારકામ કરવાની ફરજ પડે છે.

આ રસ્તાઓના રિપેરિંગા માટે કોન્ટ્રેક્ટરોને રોડ બનાવવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, પણ કોન્ટ્રોક્ટરો કામમાં બેદરકારી જ દાખવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જે સ્થળો પર પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં બે મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના તમામ સાત ઝોનમાં રૂ.૨૦૬ કરોડના ખર્ચે કુલ ૮૩ જગ્યા પર આ રોડ બનાવવાનો ર્નિણય કરાયો છે. ઉલ્લેખની છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા પછી માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તાત્કાલિક ધોરણે એક વોટ્‌સએપ નંબર જાહેર કરી રસ્તાઓ સ્વસ્થ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સરકારને કુલ ૩૦ હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી ૨૨ હજાર ફરિયાદનો નિકાલ એટલે રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.