Western Times News

Gujarati News

વોરન્ટ વગર રેડ કરવા ગયેલા PSI અને કોન્સ્ટેબલો સસ્પેન્ડ

પોલીસ કર્મચારી નાર્કોટિક્સની બાતમીના બહાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર રેડ કરવા ગયા હતાઃ અહેવાલ

અમદાવાદ,  સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં ફરજ બજાવતાં એક પીએસઆઇ PSI અને બે કોન્સ્ટેબલને ડીસીપી હર્ષદ પટેલે DCP Harshad Patel ગેરકાયદે દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.

આ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નાર્કોટિક્સની બાતમીના બહાને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વોરંટ વગર દરોડા કરવા ગયા હોવાથી તેઓને સસ્પેન્ડ કરી દેવાતાં અન્ય પોલીસ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, આ પોલીસ કર્મચારીઓ તોડબાજી કરવા માટે આ દરોડા પાડવા ગયા હોવાની ચર્ચાએ જાર પકડયું છે. SOGમાં ફરજ બજાવતાં પીએસઆઈ બી.ડી.ભટ્ટ (PSI B. D. Bhatt) અને તેમની ટીમના બે કોન્સ્ટેબલ ભરતભાઇ Bhratbhai અને યોગેશભાઈ Yogeshbhai ચાર દિવસ પહેલા તા.૧૯મી સપ્ટેમ્બરે રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા.

દરોડાના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા. એસ.ઓ.જીએ નાર્કોટિક્સને લગતી કામગીરી કરવાની હોય છે અને રેડ કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. જો કે કોઈપણ જાણ કર્યા વગર પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને ટીમે દરોડો પાડ્‌યો હતો.

જેને પગલે ડીસીપીએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ તેઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટમાં અમદાવાદના એક પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાસે એક ઘરમાં રમાતા જુગારની માહિતી મેળવી મંજૂરી વિના રેડ કરવા ત્યાં ઘુસી ગયા હતા. ગુનાઇત માનસિકતા ધરાવતા આ પોલીસકર્મીઓ પોતે સ્થાનિક પોલીસ સ્ટેશનના નહીં, પરંતુ ક્રાઇમબ્રાંચમાંથી આવ્યા છે તેમ કહી તેમને ધાકધમકી આપીને કેસ કરવાનું તરકટ રચી રહ્યા હતા.

આ સમયે આ પોલીસકર્મીઓએ અમને રૂપિયા આપો તો છોડી દઇશુ તેમ કહીને તેમના ઘરમાંથી જેટલી રોકડ હતી તે તેમજ તેની સાથે દાગીના પણ પડાવીને છ લાખ રૂપિયા લઇ લીધા હતા. આ વાતની જાણ થતા તે વિસ્તારના ડીસીપીએ તમામને સસ્પેન્ડ કર્યા હતા. આમ, ઓગસ્ટ મહિનામાં જ સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.