Western Times News

Gujarati News

બિહાર, નેપાળ અને ટાઈગર ગેંગ સુધી જોડાયેલા છે, આર્યન ખાન ડ્રગ્સ કેસના તાર

File

આર્યન ખાન ડ્રગ્સ કેસનુૃ બિહાર કનેકશન સામે આવ્યુ -બિહારની જેલમાં બંધ બે ડ્રગ્સ તસ્કરોની પૂછપરછ થશેઃ નેપાળ અને ટારઝન ગેંગ સુધી તાર જાેડાયેલા છે

(એેજન્સી) નવીદિલ્હી, મુૃંબઈ ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં આરોપી બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન કેસના તાર હવે બિહાર સુધી જાેડાતા દેખાઈ રહ્યા છે. મુૃંબઈ એનસીબીએ ડ્રગ્સ પાર્ટીમાં શાહરૂખખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી.

તેમાંથી એક વ્યક્તિ મીતિહારી સેન્ટ્રલ જલમાં બંધ ડ્રગ્સ તસ્કર વિજય વંશી પ્રસાદનો સંબંધી છે. વિજય કુખ્યાત તસ્કર છે. અને મલાડ પૂર્વના કુરાર વિલેજનો રહેવાસી છે. એક અન્ય તસ્કર અને વિજયના સાથી મોહમ્મદ ઉસ્માન પણ મોતિહારી સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ બંન્નેના નેટવર્કથી જ આર્યન ખાન સુધી ડ્રગ્સ પહોંચ્યાના પુરાવા સામે આવ્યા છે.

ઉસ્માન શેખ હાલમાં મીતિહારી સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરંતુ તે પણ મલાડ પૂર્વના શિવશક્તિ મંડળ આંબેડકર સાગરનો રહેવાસી છે. મળેલી માહિતી અનુસાર બંને ડ્રગ્સ તસ્કરોને પૂછપરછ માટેે મુંબઈ એનસીબીની ટીમ સાત દિવસના ટ્રાન્ઝીટ રીમાન્ડ પર પોતાની સાથે લઈ જશે.

એનસીબીના સુત્રોના જણાવ્યા અનુસર શાહરૂખખાનના સુપુત્ર આર્યન સાથે ક્રુઝમાં પકડાયેલા લોકોએ કેટલાંય ખુલાસા કર્યા છે. ડ્રગ્સ સપ્લાયર્સનુૃ નેટવર્ક નેપાળ અને ઉત્તર બિહારના મુઝફરપુરના કેટલાંય તસ્કરો સાથે જાેડાયેલુ છે. મુઝફફરપુર સેન્ટ્રલ જેલમાં બંધ નેપાળના ત્રણ અને મુઝફફરપુરના કટરા પહસોલના ત્રણ તસ્કરની પણ પોલીસે જાણકારી લીધી છે.

મહારાષ્ટ્રના મલાડ વેસ્ટનો દિપક યાદવ ઉર્ફે ટારઝન ઉર્ફે બાબા આ સિન્ડીકેટનો વડો છે. દિપક માટે કામ કરતા ઉસ્માન, વિજય નેપાળનો પ્રકાશ, સાંત્વિક્સ, સંજય અને મુઝફફરપુરના કટરાના ગૌરવકુમાર, બાસો કુમાર અને રૂપશ ખમા નેપાળમાંથી ડ્રગ્સની તસ્કરી કરીને રોડ માર્ગે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.