Western Times News

Gujarati News

ઓવૈસીએ ભારત અને પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો

હૈદરાબાદ, હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટી-૨૦ વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનારા મેચ પર સવાલ કરવામાં આવ્યાં છે. તેણે કહ્યું કે, એક તરફ જમ્મૂ અને કશ્મીરમાં ૯ જવાન શહીદ થઇ ગયા અને બીજી તરફ મોદી સરકાર ૨૪ ઓક્ટોબરનાં ક્રિકેટ મેચ રમાડી રહ્યાં છે.

પ્રધાનમંત્રી મોદીનાં નિવેદનનો ઉલ્લેખ કરતાં ઓવૈસી કહે છે, શું મોદીજીએ નહોતું કહ્યું કે, ફોજ મરી રીહ છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે ૯ સૈનિકો મરી રહ્યાં છે પણ આપ ટી-૨૦ રમશો? પાકિસ્તાન કશ્મીરમાં ભારતીયોનો જીવથી ટી-૨૦ રમી રહ્યાં છે. જમ્મૂ અને કશ્મીરમાં થઇ રહેલી હત્યાઓ પર ઓવૈસીનું કહેવું છે કે, કશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ થઇ રહી છે.

હથિયાર આવી રહ્યાં છે. ઇન્ટેલિજન્સ શું કરે છે? અમિત શાહ શું કરે છે? ૩૭૦ હટ્યા બાદ કહ્યું હતું કે, કશ્મીરમાં બધુ પૂર્ણ થઇ ગયુ છે, પણ કંઇ જ પત્યું નથી. સીમાપારથી આતંકવાદી આવી રહ્યાં છે. આપે કયું સીઝ ફાયર કર્યું છે. આ પહેલાં સોમવારનાં ઓવૈસીએ કહ્યું હતું કે, અમે જાેઇ રહ્યાં છે કે, નાગરિકો મરી રહ્યાં છે.

દરરોજ હત્યાઓ થાય છે. અમારા સૈનિકો મરી રહ્યાં છે એવામાં પાકિસ્તાનનાં એનએસએની સાથે વાતચીત કરવાનો શું અર્થ છે. જાે આપ ઘાટીની હત્યા નથી રોકી શકતા તો આ દેશનાં દરેક ખૂણે આવી ઘટનાઓ થશે. ઓવૈસીએ સવાલ કર્યો હતો કે, ‘આપણે એલઓસી પર યુદ્ધવિરામ કેમ સ્વીકારી લીધુ? આપણાં જવાન શહીદ થઇ રહ્યાં છે. મજૂરો મરી રહ્યાં છએ. હવે આપ એનએસએથી શું ચર્ચા કરશો? ભાજપનાં ઘણાં સ્થિર વિદેશ નીતિ નથી.

આવા માહોલમાં તેમની સાથે વાત કરવાથી શું થશે? લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર પર પાકિસ્તાન પાસેની એલઓસી સીમા માટે કોઇ પ્લાન છે? તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જેમ અમેરિકાથી દબાણ આવે છે તેવું સરકાર કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.