Western Times News

Gujarati News

આર્મીનિયાને માત આપનાર અઝરબૈજાનું જમ્મુ-કાશ્મીર પર ઝેરીલું નિવેદન

નવીદિલ્હી, તુર્કીના ડ્રોન વિમાનો અને પાકિસ્તાની આતંકીઓની મદદથી નાગોર્નો- કારાબાખમાં આર્મીનિયાને માત આપનાર અઝરબૈજાન એ હવે જમ્મુ-કાશ્મીર પર ઝેર ઓકતું નિવેદન આપ્યું છે. સંયુકત રાષ્ટ્રમા અઝરબૈજાનના રાજદૂત ખાજર ફરહાદેવે કહ્યું કે તેમનો દેશ કાશ્મીરના મુદ્દા પર સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવોના મતે પાકિસ્તાનને ખુલીને સમર્થનકરે છે. કહેવાય છે કે અઝરબૈજાને આ નિવેદન આપીને મિત્ર પાકિસ્તાનનું ‘ઋણ’ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ પ્રમાણે અઝરબૈજાનના રાજદૂત ખાજરે સોમવારના રોજ કહ્યું કે અઝરબૈજાન કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનના સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે ખૂલીને સમર્થન કરે છે. રાજદૂત અઝરબૈજાનના આઝાદીના ૩૦ વર્ષ પૂરા થવા પર આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમના કેક પર પાકિસ્તાન અને અઝરબૈજાનનો ઝંડો હતો.

પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે કહ્યું કે પાકિસ્તાને અઝરબૈજાનની અખંડતા સાથે જાેડાયેલા મુદ્દાનું ખૂલીને સમર્થન કર્યું છે. પાકિસ્તાન પહેલો દેશ હતો જેણે અઝરબૈજાનનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અઝરબૈજાન કાશ્મીર અને કરાબાખ જેવા મુદ્દાનો સામનો કરી રહ્યું છે.

કૈસરે એ કથિત રીતે કાશ્મીરમાં થઇ રહેલી ક્રૂરતાનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન માત્ર સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે થઇ શકે છે.આપને જણાવી દઇએ કે નોગોર્નો-કારાબાખમાં યુદ્ધ દરમ્યાન આતંકવાદની ફેકટરી પાકિસ્તાન અને તેના ‘ધાર્મિક આકા’ તુર્કીએ આર્મીનિયા સામે યુદ્ધ માટે હજારો આતંકી મોકલ્યા હતા. આ આતંકવાદી ગૃહયુદ્ધથી પ્રભાવિત સીરિયા અને હમજા બ્રિગેડના આતંકી હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.