Western Times News

Gujarati News

ટ્રેનમાંથી પડેલી ગર્ભવતીનો કોન્સ્ટેબલે જીવ બચાવ્યો

મુંબઇ, સોશિયલ મીડિયા પર દરરોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થાય છે.જેમાં કેટલાંક એવાં હોય છે જે લોકોનો જીવ બચાવે છેકે તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે. એવામાં હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વયારલ થયો છે. આ વીડિયો મહારાષ્ટ્રનાં કલ્યાણ રેલવે સ્ટેશનનો છે.

એક આરપીએફ કોન્સ્ટેબલ ટ્રેનમાંથી ઉતરતાં પડતી ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો છે. ત્યારે જ ચાલતી ટ્રેનમાંથી એક ગર્ભવતી મહિલા પ્લેટફર્મ પર ઉતરવાનો પ્રયાસ કરે છે પણ તેનો પગ લપસી જાય છે. અને તેને પડતા જાેઇ પ્લેટફર્મ પર હાજર તમામ લોકોમાં હડકંપ મચી જાય છે.

ચાલતી ટ્રેનની સાથે જ તેનાં નીચે પડ્યા બાદ ટ્રેનની નીચે જવાનો ખતરો હતો. એવામાં પ્લેટફર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સનાં એક કોન્સ્ટેબલ જીઇ ખાંડેકરે તુરંત જ સતર્કતા દેખાડી અને મહિલાને બચાવવા માટે છલાંગ લગાવી હતી. તેણે મહિલાને ખેંચી ટ્રેનમાં સુરક્ષિત દૂરી સુધી પહોંચી અને તેનો જીવ બચાવ્યો હતો.

જાણકારી અનુસાર ચંદ્રેશ નામનાં વ્યક્તિ તેનાં બાળક અને ૮ મહિનાની ગર્ભવતી પત્નીની સાથે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરવા માટે કલ્યાણ રેલવે સ્ટેશન પહોચ્યો હતો. પણ સ્ટેશન પર કોઇ ભૂલથી તે બીજી ટ્રેનમાં ચડી ગઇ હતી. જ્યારે ટ્રેન ચાલી તો તેને તેની ભૂલનો અહેસાસ થયો. આ બાદ તમામ નીચે ઉતરવા લાગ્યા અને ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતા દરમિયાન ગર્ભવતી પત્ની પડી ગઇ જેને આરપીએફ કોન્સ્ટેબલે બચાવી લીધી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.