Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં સાગરીતો સાથે મળી વેપારીને ફસાવવા રચેલા ષડયંત્રનો પર્દાફાશ

(પ્રતિનિધિ)અમદાવાદ, વેપારીઓને લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ કેટલાંક ગઠીયાઓ તોડ ચલાવવાનો ધંધો ચલાવતાં હોય છે. ભુતકાળમાં આવી કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેની જાણ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આવો જ એક કિસ્સો નોંધાયો છે. જેમાં કપડાનાં વેપારીને ખરીદીને બહાને બોલાવી મહિલાએ ફ્લેટનો દરવાજાે બંધ કરી દીધો હતો. ત્યારે થોડીવારમાં મહિલા સહિત પાંચ શખ્સો ફ્લેટમાં ઘુસી આવ્યા હતા અને ક્રાઈમ બ્રાંચનાં નામે કેસ કરવાનાં બહાને દસ લાખ પડાવવા વેપારી પર દબાણ કર્યું હતું.

આ ઘટનાની વિગત એવી છે કે સુરેશભાઈ પ્રજાપતિ (ઉં.વ.૫૨)સોનીની ચાલી ચાર રસ્તા પાસે આવેલાં સફળ-૭ માર્કેટમાં ભાડેથી દુકાન ધરાવી કપડાનો વેપાર કરે છે. પાંચ દિવસ અગાઉ તેમનાં ફોન પર કોન્ટેક્ટ કરી સુતીબેન ચિંતનભાઈ પટેલ (સુરત) નામની મહિલા કપડાં ખરીદવા આવી હતી. બાદમાં પછી કપડાં લઇ જઈશ. તેમ કહી જતી રહી હતી.

આ સુતીબેન સોમવારે ફોન કરીને સુરેશભાઈને કુર્તિના પોસ્ટર લઇ તેની બહેનપણીનાં ઘરે મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ સામે આવેલાં એક ફ્લેટમાં બોલાવતાં તેમણે પોતાની પાસે સમય નથી તેમ કહ્યું હતું. પરંતુ સુતીબેને પોતાને બાદમાં સુરત જવાનું છે તેમ કહેતાં સુરેશભાઈ પોસ્ટર લઈને પ્રહલાદ રેસીડેન્સીનાં પાંચમા માળે આવેલાં એક ફ્લેટમાં પહોંચ્યા હતા. જ્યાં જતાં જ સુતીબેને અંદરથી દરવાજાે કરી દિધો હતો.

અને થોડી જ વાર કોઈએ દરવાજાે ખખડાવ્યો હતો. જે બોલતા એક પુરૂષ તથા મહિલા અંદર ઘુસી આવીને સુતીબેનને તું આવા ધંધા કરે છે ?ોમ કહ્યું હતું અને સુરેશભાઈને લાફા માર્યા હતા. સુતીબેનનાં પતિ ચિંતનભાઈને બોલાવતાં તેણે પણ આવીને સુરેશભાઈ સાથે મારામારી કરી મોબાઈલ તોડી નાંખ્યો હતો. અને પોલીસ કેસ કરવાની ધમકી આપી પોતાનો મિત્ર ક્રાઈમ બ્રાંચમાં છે તેમ કહ્યું હતું.

પછી વધુ બે શખ્સો આવ્યા હતા. જેમાંથી એકે કેસ પતાવવા દસ લાખની માંગણી કરી હતી. છેલ્લે ચાર લાખમાં પતાવટની વાત કર્યા બાદ રૂપિયા લેવા તમામ સુરેશભાઈની દુકાને ગયા હતા. જ્યાંથી રૂપિયાની સગવડનું બહાનું કરી સુરેશભાઈ સીધા વકીલ પાસે પહોંચ્યા હતા.

એ દરમિયાન આ તમામ શક્સો દુકાનેથી જતાં રહ્યાં હતા. બાદમાં પોતાનાં પુત્ર સાથે સુરેશભાઈ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ફરીયાદ બે મહિલા સહિત કુલ છ ગઠીયાઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ દરમિયાન પણ સુરેશભાઈનાં પુત્ર ઉપર રૂપિયા માટે અવારનવાર ફોન આવતાં હતાં.

વેપારીને ફસાવીને રૂપિયા પડાવવાનાં મામાલાની ગંભીરતા સમજાતા જ કૃષ્ણનગર પોલીસે તુરંત આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.