Western Times News

Gujarati News

ઓડી ઈન્ડિયાએ Q7 બ્લેક લિમિટેડ એડિશન લોન્ચ કરી

  • ઓડીનાં ચાહકોની વ્યક્તિગતતાને લક્ષમાં રાખીને માત્ર 100 યુનિટોની જ ઓફર
  • બ્લેક સ્ટાઈલીંગ પેકેજને કારણે ઓડી Q7નું આક્રમક એપિયરન્સ
  • ઓડી Q7 બ્લેક એડિશનની રૂ. 82,15,000થી શરૂઆત

અમદાવાદ,  જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ આજે તેની ફ્લેગશીપ SUV ઓડી Q7 ની બ્લેક એડિશનની રજૂઆત કરી છે. ફૂલ સાઈઝ લકઝરી કારમાં નેતૃત્વ જાળવી રાખનારી ઓડી Q7 અત્યંત લોકપ્રિયતા ધરાવે છે. ઓડી Q7ની બ્લેક એડિશન ઘણા વધારાના આકર્ષક પાસાઓ અને એસેસરીઝ ધરાવે છે. તેનાથી તે વધારે આકર્ષક બની છે. ઓડી Q7 બ્લેક એડિશનનું બ્લેક સ્ટાઈલીંગ પેકેજ તેનાં હાઈ ક્વોલિટી એકસ્ટીરીયરને અનોખો આકર્ષક દેખાવ બક્ષે છે અને તેના કારણે તેનું એપિયરન્સ આક્રમક બને છે.

ઓડી Q7 બ્લેક એડિશનનાં માત્ર 100 યુનિટોનું જ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી તેના કદરદારોની વ્યક્તિગતતા જળવાઈ રહે. ઓડી Q7 બ્લેક એડિશનની કિંમત રૂ. 82,15,000થી શરૂ થાય છે. અને ભારતભરમાંથી તેનું બુકીંગ ઉપલબ્ધ છે.

ઓડી ઈન્ડિયાનાં અધ્યક્ષ શ્રી બલવીરસિંઘ ઢિલ્લોને જણાવ્યું હતું કે, ‘લકઝરી SUV સેગમેન્ટમાં ઓડી પ્રણેતા છે અને તેની રજૂઆતની શરૂઆતથી જ તેનો સ્પર્ધાત્મક ફાયદો જાળવી રાખ્યો છે. લકઝરી કાર ધારકો માટે તેમની વ્યક્તિગતતા જળવાઈ રહે તે અગત્યનું છે. ન્યુ ઓડી Q7 બ્લેક એડિશનનાં અમે માત્ર 100 યુનિટોનું જ વેચાણ કરવાના છીએ. જેથી Q7 માલિકોની વ્યક્તિગતતા જળવાઈ રહે. ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલા 30 ટકા ઘસારાનો ફાયદો પણ તહેવારોની આ મોસમમાં ગ્રાહકોને મળશે.’

ઓડી Q7 એડિશન રેડિયેટર ગ્રીલ ફેમ, હોરિઝોન્ટલ ગ્રિલ સ્ટ્રટસ અને ટિટાનિયમ બ્લેક ગ્રીલમાં લેટરલ અને ઈનટેક સ્ટ્રટસમાં આવે છે. ઓડી Q7 બ્લેક એડિશનની સાથોસાથ તહેવારોની આ મોસમને ઉજવવા ઓડી ઈન્ડિયાએ ‘ટુગેધર વીથ ઓડી’ ઝુંબેશ પણ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.