Western Times News

Gujarati News

ફોટોગ્રાફર્સને કારણે બોની કપૂર પર અકળાઈ જાહ્નવી

મુંબઈ, તાજેતરમાં જ એરપોર્ટ પર જાહ્નવી કપૂર પિતા બોની કપૂર સાથે જાેવા મળી હતી. સામાન્યપણે એરપોર્ટ પર સેલેબ્સના ફોટોસ લેવા માટે પાપારાઝી હાજર જ હોય છે. બોની કપૂર અને જાહ્નવી પણ જ્યારે એરપોર્ટ પર જાેવા મળ્યા તો ફોટોગ્રાફર્સ ત્યાં હાજર જ હતા.

જાહ્નવી અને બોની કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે જાહ્નવી પિતા બોની કપૂર પર ગુસ્સે થાય છે. આની પાછળનું કારણ ત્યાં હાજર ફોટોગ્રાફર્સ જ હતા. વાસ્તવમાં જાહ્નવી કપૂર બોની કપૂર પર રોષે ભરાઈ કારણકે તે નહોતી ઈચ્છતી કે તે માસ્ક ઉતારીને કેમેરા સામે પોઝ આપે.

વીડિયોમાં તમે જાેઈ શકો છો કે પાપારાઝીના કહેવા પર બોની કપૂર પોતાનું માસ્ક ઉતારવાની તૈયારીમાં જ હોય છે અને જાહ્નવી કપૂર તેમને ઠપકો આપે છે. જાહ્નવી બોની કપૂર તરફ જાેઈને માસ્ક કાઢવાની ના પાડે છે.

ફોટોગ્રાફર્સ કહે છે કે, જાહ્નવીજી કાઢવા દો, કંઈ નહીં થાય, ફોટોગ્રાફર્સની આ વાત સાંભળીને જાહ્નવી કપૂર અકળાઈ જાય છે. જાહ્નવી કપૂર કહે છે કે, કેમ કંઈ નહીં થાય, આવી ખોટી સલાહ ના આપો.

ત્યારપછી જાહ્નવી પિતા સાથે મળીને પોઝ આપે છે. આ દરમિયાન તેમણે માસ્ક પહેરેલું હોય છે. ત્યારપછી ફોટોગ્રાફર્સ જાહ્નવીને નવું ટેટૂ બતાવવાનું કહે છે. જાહ્નવી કહે છે કે, હવે તે ઘણી વાર જાેઈ લીધું છે અને મેં ઈન્સ્ટાગ્રમ પર પણ ફોટો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાહ્નવી કપૂરે માતા શ્રીદેવીએ લખેલી એક સુંદર લાઈનને પોતાના હાથમાં ત્રોફાવી હતી. તેણે આ વીડિયો પણ શેર કર્યો હતો. ટેટુ પર લખ્યું છે કે,I Love You My Labbu. આ લાઈન શ્રીદેવીએ એકવાર જાહ્નવી કપૂર માટે લખી હતી. માતાને હંમેશા પોતાની સાથે રાખવા માટે જાહ્નવી કપૂરે આ લાઈન પોતાના હાથમાં ત્રોફાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.