Western Times News

Gujarati News

પંજાબમાંથી ૨૨ પિસ્તોલ, ૪૪ મેગેઝિન અને હેરોઇન ઝડપાયું

ચંડીગઢ, પંજાબને હચમચાવવાનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પંજાબ પોલીસ અને બીએસએફએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક તરન તારન જિલ્લાના ખેમકરણ વિસ્તારમાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી. પંજાબ પોલીસ અને બોર્ડર સિકયુરિટી ફોર્સની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે એક સંયુકત ઓપરેશનમાં ૨૨પિસ્તોલ, ૪૪ મેગેઝિન, ૧૦૦ જીવતા કારતૂસ અને એક કિલો હેરોઇન જપ્ત કર્યું હતુ.

પાકિસ્તાન ડ્રોન મારફતે પંજાબમાં હથિયારો અને હેરોઇનનો જથ્થો મોકલવામાં વ્યસ્ત છે. અગાઉ ડ્રોન દ્વારા ટિફિન બોમ્બ પણ છોડવામાં આવ્યા હતા. જાે કે , સમય જતાં પંજાબ પોલીસે હથિયારોનો આ જથ્થો પાછો મેળવ્યો.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ પાકિસ્તાનની ગતિવિધિઓ પર ચિંતા વ્યકત કરી છે. ૨૦૧૯માં પંજાબમાં ૨૩૨.૫૬૧ કિલો હેરોઇન પકડાઇ હતી. ૨૦૨૦માં આ આંકડો ૫૦૬.૨૪૧ કિલો સુધી પહોંચ્યો હતો. ૨૦૨૧માં ૩૧ મે સુધી ૨૪૧.૨૩૧ કિલો હેરોઇન પકડાઇ છે.

સપ્ટેમ્બર ૨૦૧૯માં પોલીસે ખેમકરણ સેકટરમાંથી પાંચ રાઇફલ, ૧૫૦ કારતૂસ અને સાત પિસ્તોલ જપ્ત કરી હતી. હથિયારોનો આ માલ ડ્રોનમાંથી ઉતારવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૦ બોર્ડ સિકયુરિટી ફોર્સે કોટ રઝાડામાં ૭૦ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જાેકે , હથિયાર છોડયા બાદ ડ્રોન પરત ફર્યુ હતું.

ગુરદાસપુર જિલ્લામાં પણ પાકિસ્તાની ડ્રોને ૧૧ ગ્રેનેડનો જથ્થો છોડી દીધો હતો. જાે કે કન્સાઇનમેન્ટ પાછો મળી ગયો હતો. આ મામલો ૨૨ ડિસેમ્બર ૨૦૨૦નો છે. આ વર્ષ ૨૨ ફેબ્રુઆરીએ બીએસએફે ગુરદાસપુર સેકટરમાં પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કર્યુ હતું.

સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે ૧૮ જૂન ૨૦૨૧ના રોજ ૫૦ પિસ્તોલ કબજે કરી હતી. આ કન્સાઇનમેન્ટને ડ્રોન દ્વારા પણ ઉતારવામાં આવ્યું હતું. ૮ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ પંજાબ પોલીસે અમૃતસરમાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પાકિસ્તાની ડ્રોને ટિફિન બોમ્બ, ત્રણ કિલો આરડીએકસ, પાંચ ગ્રેનેડ અને ૧૦૦ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.