Western Times News

Gujarati News

એક પણ મેકર્સ માહી વિજને કામ આપવા માટે તૈયાર નથી

મુંબઇ, એક્ટ્રેસ માહી વિજ છેલ્લા પાંચ વર્ષથી ટીવી સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે બાલિકા વધૂમાં જાેવા મળી હતી અને બાદમાં તે એક પણ ટીવી શોનો ભાગ બની નથી. માહી વિજ ૨૦૧૯માં મમ્મી બની હતી. તેના અને પતિ જય ભાનુશાળીના ઘરે દીકરી તારાનો જન્મ થયો હતો.

જાે કે, માહી વિજનું કહેવું છે કે, ટીવી શોથી દૂર રહેવા પાછળનું કારણ આ નથી. માહી વિજે કહ્યું ‘હું નથી જાણતી કે કેમ મેકર્સે તેવું ધારી લીધું છે કે મને હવે કામ કરવામાં રસ નથી. મેં છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ઓડિશન આપ્યા હતા પરંતુ એક પણ મેકર્સ તરફથી ફોન આવ્યો નહીં.

મારી દીકરી તારા બે વર્ષની થઈ ગઈ છે અને જાે લોકોને લાગતું હોય કે મમ્મી બન્યા બાદ હું ટીવીથી દૂર રહી છું, તો તેઓ ખોટા છે. હા, માતૃત્વ એ મોટી જવાબદારી છે પરંતુ હું કામ કરવા અને રસપ્રદ શોનો ભાગ બનવા ઈચ્છું છું. હું દરેક મીડિયમમાં જવા તૈયાર છું. તેથી, હું ટીવીથી કેમ દૂર છું તેવું લોકોએ મને ન પૂછવું જાેઈએ. હું કહીશ કે મેકર્સે તેમના પોતાના કારણથી મને દૂર રાખી છે.

છેલ્લા ઘણા વર્ષથી માહી વિજ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેવા લાગી છે. તેણે કહ્યું ‘સોશિયલ મીડિયાએ મને કેટલાક રસપ્રદ કામ કરવામાં મદદ કરી છે અને મને તેમ કરવામાં મજા આવી રહી છે. પરંતુ દિવસના અંતે તો હું એક્ટર છું અને એક્ટિંગ કરવાનું જ પસંદ કરીશ.

શું તું કોઈ પૌરાણિક કે ઐતિહાસિક શોનો ભાગ બનવા માટે તૈયાર છે તેમ પૂછતાં માહીએ કહ્યું ‘હું ભારે જ્વેલરી અને કપડા પહેરી શકતી નથી. મને નથી લાગતું કે હું પૌરાણિક અથવા ઐતિહાસિક શો કરવા માટે બનેલી છું. આ સિવાય મોટાભાગે એક્ટર્સ ટીવી પર તેઓ કેવા પ્રકારની ભૂમિકા ભજવવા માગે છે તે પસંદ કરવાની સ્થિતિમાં હોતા નથી.

જાે અમારી પસંદગી ઓડિશનમાંથી થશે તો અમે ટીવી શો અને ઓફર કરેલા રોલ સાથે આગળ વધીશું. આશા રાખું છું કે ટૂંક સમયમાં મને કોઈ રસપ્રદ શો મળશે. માહી વિજનો પતિ જય ભાનુશાળી હાલ બિગ બોસના ઘરમાં છે અને માહી તારા સાથે વ્યસ્ત છે. તેણે કહ્યું ‘માતૃત્વએ મને પૂરી કરી છે. તારા મારી સૌથી મોટી પ્રાથમિકતા છે અને તેને એનર્જી સાથે જેવી તે મને સંતોષ અને ખુશી આપે છે.

મારા પેટ્‌સને પણ ઈર્ષ્યા થાય છે કેમ કે પ્રેમ હવે તેમની અને તારા વચ્ચે વહેંચાઈ ગયો છે. પરંતુ તેઓ ખૂબ જલ્દી મોટા પરિવારની જેમ રહેતા શીખી જશે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.