Western Times News

Gujarati News

આરોપીને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી કોર્ટમાં લઇ જવા મામલે મોરબીના બે પોલીસકર્મી સસ્પેન્ડ

પ્રતિકાત્મક

મોરબી, જામનગર જિલ્લાના ધ્રોલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેને આજે શુક્રવારે જામનગર કોર્ટમાં રજૂ કરવા લઇ જવાયો હતો. આરોપીને સરકારી વાહન કે એસ ટી બસને બદલે ખાનગી ફોર્ચ્યુંનર કારમાં લઇ જવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી હતી અને બનાવની ગંભીરતા પારખી મોરબી જિલ્લા એસપી દ્વારા હેડ કોન્સ્ટેબલ સહિતના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બનાવની હકીકત જાણીએ તો જામનગર ટોલનાકા કામ બાબતે ગત તા. ૬ માર્ચ ૨૦૨૦ ના રોજ ધ્રોલમાં હત્યાની ઘટના બની હતી. ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા નામના ૨૯ વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હતી. જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવાયા હતા. જે હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજા ગઈકાલે ગુરુવારે મોરબીથી જામનગર કોર્ટમાં મુદત હોવાથી લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડખાતાકીય તપાસના આદેશ અપાયાઆરોપીને સરકારી વાહનને બદલે ખાનગી ફોર્ચ્યુનર કારમાં લઇ જવાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જે વીડિયો વાયરલ થવાને પગલે ચકચાર મચી હતી અને વીઆઇપી સગવડ આપવાની ગંભીર નોંધ લઈને મોરબી જિલ્લા એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેડ કોન્સ્ટેબલ રાજેશ મંગાભાઈ અને લોક રક્ષક જવાન જગદીશ એમ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.