Western Times News

Gujarati News

શ્રીરામ સુપર 111 અને 1-એસઆર-14 ઘઉંના બિયારણથી ગુજરાતના ખેડૂતોને વધારે ઉપજ મળી

ગુજરાતના ખડૂતઓએ જણાવ્યું કે, ડીસીએમ શ્રીરામ લિમિટેડના યુનિટ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ તરફથી પ્રસ્તુત શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણથી તેમની ઉત્પાદકતા કે ઉપજમાં વધારો થયો છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે ખેડૂતોની પાકની ઉપજ વધારવા માટે આધુનિક અને સંશોધનલક્ષી ઉત્પાદનો વિકસિત કર્યા છે.

છોટાઉદેપુરના ખેડૂત કલ્પેશભાઈએ શ્રીરામ સુપર 111 ઘઉંના પાક પ્રદર્શનમાં ઉત્તમ પરિણામને જોઈને ગયા વર્ષે આ બિયારણનો ઉપયોગ કર્યો હતો અને પોતાના આ નિર્ણયથી તેમને સારું ફળ મળ્યું છે. તેમનું કહેવું છે કે, એમાં કંઠી લાંબો લગભગ 12થી 13 સેમીનો હોય છે,

પાક એકસાથે બહાર આવે છે અને કોઈ પણ પ્રકારની બિમારીની સમસ્યા પેદા થતી નથી. પાકની ઊંચાઈ ઉપર્યુક્ત હોવાથી એ પડી જવાની ફરિયાદ નથી. આગામી વર્ષે તેઓ તેમના સંપૂર્ણ ખેતરમાં શ્રીરામ સુપર 111 બિયારણનો ઉપયોગ કરશે.

રાજકોટના એક અનુભવી ખેડૂત ચંદુભાઈએ ગયા વર્ષે પોતાના ખેતરમાં શ્રીરામ સુપર 1-SR-14 ઘઉંના બીજનું વાવેતર કર્યું હતું. તેમનું કહેવું છે કે, કંઠીદીઠ દાણાની સંખ્યા 70થી 75 પ્રાપ્ત થયા અને અન્ય જાતની તુલનામાં શ્રીરામ 1-SR-14માં પાણીની ઓછી જરૂર છે. પ્રતિ એકરદીઠ 26થી 28 ક્વિન્ટલ ઉપજ મળવાથી તેઓ અન્ય ખેડૂતોને પણ શ્રીરામ 1-SR-14નું વાવેતર કરવાની સલાહ આપે છે.

ઘણા વર્ષોથી શ્રીરામ સુપર 111 ઘઉંના બિયારણ ગુજરાતના ખેડૂતો વચ્ચે અતિ લોકપ્રિય છે. આ સંબંધને આગળ વધારતા ગયા વર્ષે વધુ એક ઉત્તમ જાત શ્રીરામ સુપર 1-SR-14 ઉપલબ્ધ કરાવી છે, જે ખેડૂતોને પ્રથમ પસંદ બની ગઈ છે. શ્રીરામ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સનાં વૈજ્ઞાનિકોએ ઘઉંની આ જગપ્રસિદ્ધ જાતને વિકસાવવામાં આવી છે.

શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બિયારણ અનુકૂલનક્ષમતા અને શ્રેષ્ઠ ઉત્પાદકતા કે ઉપજને કારણે ખેડૂતોમાં બહુ લોકપ્રિય છે. એનો દાણો મોટો અને ચમકદાર છે, એમાંથી ચારો પણ વધારે મળે છે. સાથે સાથે એના ઘઉંમાંથી બનેલી રોટલી બહુ સ્વાદયુક્ત અને ગુણવત્તાસભર હોય છે. પોતાની આ વિશેષતાઓને કારણે આ બંને જાત ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ખેડૂતોની પ્રથમ પસંદ બની ગઈ છે.

વળી શ્રીરામ દ્વારા બજારમાં પ્રસ્તુત નવી જાત શ્રીરામ સુપર 1-SR-14થી ખેડૂતો બહુ ખુશ છે અને તેઓ ઉત્તમ પરિણામ મેળવી રહ્યાં છે.

શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉંના બીજની સાથે શ્રીરામ ફાર્મા સોલ્યુશન્સના અન્ય ઉત્પાદન, જેમ કે શ્રીરામ સુપર 252 અને શ્રીરામ સુપર 303 પણ ગત સિઝનથી પોતાના શાનદાર પરિણામોને પગલે ખેડૂતો વચ્ચે અતિ લોકપ્રિય થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.