Western Times News

Gujarati News

નેશનલ હાઈવે બ્લોક કરીને નમાઝ માટે અનુમતિ અપાય છે: અમિત શાહ

દહેરાદુન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે દહેરાદૂનમાં ઘસિયારી કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેમણે એક સભાને સંબોધન કર્યું હતું.સભા સંબોધતા કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, દેવભૂમિની રચના કરવાનું કામ પરમ શ્રદ્ધેય પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ કર્યું હતું. તો એવું પણ કહ્યું કે, રાજ્યની માગ કરતા અનેક યુવાઓ શહીદ પણ થયાં. ભાજપ પણ યુવાઓની આ માગને બલુંદ કરી રહી ત્યાં ઉત્તરાખંડના યુવાનો પર ગોળીઓ કોણે ચલાવી તે પણ યાદ કરવું જાેઇએ.

શાહે કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી ઉત્તરાખંડમાં ભાજપની પૂર્ણ બહુમત સરકાર બનશે. કોંગ્રેસવાળા ચૂંટણી આવતા જ નવા કપડા સિવડાવે છે. કોંગ્રેસ ક્યારેય લોક કલ્યાણનું કામ કરતી નથી. કોંગ્રેસ માત્ર વાયદો કરનારી જ પાર્ટી છે.

પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર દરમિયાન અહીં આવવાનું થતું ત્યારે મારો કાફલો અટકાવવામાં આવતો હતો. પછી કેટલાક લોકોએ મારી સાથે મુલાકાત કરી અને મને જણાવ્યું કે, શુક્રવારે હાઈવે બ્લોક કરીને અહીં નમાઝની મંજૂરી આપવામાં આવી છે. આવી તૃષ્ટીકરણની રાજનીતિ કરનારી કોંગ્રેસ પાર્ટી દેવભૂમિનો વિકાસ કરી શકતી નથી.

શાહે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગરીબોનું કલ્યાણ થશે. આજે ઉત્તરાખંડમાં બીજું મોટું કામ મુખ્યમંત્રી ઘસ્યારી કલ્યાણ યોજનાનો શુભારંભ થયો છે. ઉત્તરાખંડમાં આશરે ૧૦૦૦ એકરની ખેતી અને ૨૦૦૦ ખેડૂતો મકાઈની ખેતી કરશે અને વૈજ્ઞાનિક રીતે પૌષ્ટિક પશુ આહાર બનાવવાની યોજનાની શરૂઆત થઈ છે.

સહકારિતા આંદોલનને કોંગ્રેસના રાજમાં ઠારી દેવામાં આવ્યું હતું પરંતુ પ્રધાનમંત્રીએ સહકારિતા મંત્રાલય બનાવીને સહકારિતા સાથે જાેડાયેલ દેશના કરોડો ખેડૂતો, મહિલાઓ, શ્રમિકો માટે સૌથી મોટું કામ કર્યું છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી ૫ નવેમ્બરના રોજ કેદારનાથ ધામમાં ભગવાન આદિ શંકરાચાર્યની સૌથી મોટી મૂર્તિનો શુભારંભ કરવા આવશે. તેની સાથે દેશભરના શિવાલયોને જાેડવામાં આવશે. તો ચાર ધામ યાત્રા માટે ઓલ વેધર રોડનું કામ પણ પૂર્ણ થવાને આરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.