Western Times News

Gujarati News

ઘાટલોડીયા વૃદ્ધ દંપતીની હત્યામાં બે શંકાસ્પદ વ્યક્તિની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ

હાલમાં પૂછપરછ ચાલુઃ ટુંક સમયમાં જ હત્યાનું કોકડું ઉકેલાવાની સંભાવના

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં ઘાટલોડીયા વિસ્તારમાં ધનતેરસનાં દિવસે વૃદ્ધ દંપતીની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેને પકડવા માટે ઘાટલોડીયા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમો કાર્યરત થઈ હતી. આ કેસમાં તપાસનાં છેડા છેક ઝારખંડ સુધી પહોંચ્યા છે અને ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની અટકાયત કરી છે. હાલમાં ક્રાઈમ બ્રાંચ બંનેની સઘન પૂછપરછ કરી રહી છે.

અઠવાડિયા અગાઉ થયેલાં ચકચારી આ ડબલ મર્ડર કેસમાં અગાઉ લુંટના ઇરાદે હત્યા થઈ હોવાના એંગલથી તપાસ થઈ રહી હતી. જાે કે દાગીના સહિતની વસ્તુઓ ઘરમાંથી જ મળી હોવાથી પોલીસ તપાસ અટકી ગઈ હતી. સૂત્રો અનુસાર હત્યા બાદ આરોપીઓ ચાકુ ત્યાં જ મુકીને ગયા હતા.

પોલીસે આર કે ઘાટલોડીયા લખેલાં આ ચપ્પુનાં આધારે દુકાનની શોધ શરૂ કરી છે. બીજી તરફ ૫૦થી વધુ સીસીટીવી પણ તપાસાયા હતા. બાદમાં સઘન તપાસનાં અંતે ઝારખંડનાં બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. હાલમાં આ બંનેએ લુંટ કે અન્ય કોઈ ઈરાદાએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી એ અંગે પૂછપરછ શરૂ કરી છે.

આ અંગે ક્રાઈમ બ્રાંચનાં ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે હાલમાં પાંચ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ ૧૨૦થી વધુ માણસોની ૧૨ ટીમો બનાવવામાં આવી છે.
નોંધનીય છે કે હત્યાનાં સમયે વૃદ્ધ દંપતી ઘરે એકલા હતા અને તેમની સાથે રહેતી પૌત્રી બહાર ગઇ હતી. જ્યારે તેમનો પુત્ર અડાલજ ખાતે પોતાનાં પરિવાર સાથે રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.